7th Pay Commission: હોળી પહેલા વધી જશે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું, પગારમાં આવશે 2 મહિનાનું ડીએ એરિયર

DA Hike News: કેન્દ્ર સરકારના કર્મચારીઓને ખુશખબર મળવાની છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થવાની સંભાવના છે. સરકાર મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત બંનેમાં વધારો કરે છે. 
 

7th Pay Commission: હોળી પહેલા વધી જશે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું, પગારમાં આવશે 2 મહિનાનું ડીએ એરિયર

7th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓને આ પહેલા ખુશખબર મળવાની છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થવાની સંભાવના છે. સરકાર મોંઘવારી ભથ્થું (Dearness Allowance - DA) અને મોંઘવારી રાહત (Dearness Relief - DR)બંનેમાં વધારો કરે છે. મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીઓને આપવામાં આવે છે, જ્યારે મોંઘવારી રાહત પેન્શનર્સને આપવામાં આવે છે. ડીએને સામાન્ય રીતે વર્ષમાં બે વખત રિવાઇઝ કરવામાં આવે છે- જાન્યુઆરી અને જુલાઈમાં. ડીએમાં વધારો કરવાની જાહેરાત માર્ચ 2024માં હોળી પહેલા થવાની આશા છે. જો સરકાર હોળી પહેલા ડીએ વધારે છે તો માર્ચના અંતમાં મળનાર પગારમાં 2 મહિનાનું ડીએ એરિયર પણ મળશે. 

DAમાં વધારાની ગણતરી કઈ રીતે થાય છે?
કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં વધારાની ગણતરી લેબર બ્યૂરો દ્વારા દર મહિને જાહેર થતા ઈન્ડસ્ટ્રીયલ લેબરના લેટેસ્ટ ઉપભોક્તા મૂલ્ય સૂચકાંકના આધાર પર કરવામાં આવે છે. છેલ્લે ઓક્ટોબર 2023માં ડીએ રિવાઇઝ કરવામાં આવ્યું હતું, ત્યારે ચાર ટકાનો વધારો થયો હતો. અત્યારે કર્મચારીઓને 46 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. 

મળશે 2 મહિનાનું ડીએ એરિયર
સરકાર માર્ચમાં હોળી પહેલા ડીએ વધારી શકે છે. સરકારની જાહેરાત પર માર્ચના પગારમાં બે મહિનાનું ડીએ એરિયર પણ મળશે. ડીએમાં ચાર ટકાનો વધારો 1 જાન્યુઆરી 2024થી લાગૂ માનવામાં આવશે. માર્ચના પગારમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરીના બે મહિનાનું ડીએ એરિયર પણ મળશે. 

આશરે 1 કરોડ કર્મચારીઓ અને પેન્શનર્સને ફાયદો
કેન્દ્ર સરકારના નિર્ણયથી 48.67 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 67.95 લાખ પેન્શનર્સને ફાયદો થયો. આ પહેલા અર્ધસૈનિક દળ સહિત ગ્રુપ 1 અને બિન-રાજપત્રિત ગ્રુપ બી સ્તરના અધિકારીઓ માટે દિવાળી બોનસને સરકારે મંજૂરી આપી હતી. કેન્દ્ર સરકારના કર્મચારીઓનું ડીએ દેશના મોંઘવારી દર પર આધારિત છે. જો મોંઘવારી દર વધુ છે તો ડીએમાં વધારે વધારો થાય છે. 

ડીએમાં કુલ કેટલા વધારાની આશા?
આવનારા મહિનામાં 4 ટકા ડીએ વધારા બાદ કુલ મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત વધી 50 ટકા થઈ જશે. ઔદ્યોગિક શ્રમિકો માટે ઉપભોક્તા મૂલ્ય સૂચકાંકના 12 મહિનાની એવરેજ 392.83 રહી છે. આ સીપીઆઈ-આઈડબ્લ્યૂ ડેટા પ્રમાણે ડીએ મૂળ વેતનના 50.26 ટકા આવી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news