નવી દિલ્હીઃ આવતીકાલ એટલે કે 1 સપ્ટેમ્બર (1 September 2020)થી સામાન્ય માણસની જિંદગીમાં મોટા ફેરફાર થવાના છે. તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આવતીકાલથી ગેસ સિલિન્ડર  (LPG), હોમ લોન (Home Loan),  ઈએમઆઈ (EMI), એરલાયન્સ (Airlines) સહિત ઘણી વસ્તુમાં ફેરફાર આવશે. નિયમોમાં થઈ રહેલા ફેરફાર તમારે જાણવા ખુબ જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. હવાઈ મુસાફરી મોંઘી
ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ રૂટ પર હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે છે. હકીકતમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 1 સપ્ટેમ્બર 2020થી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય વિમાન મુસાફરો પાસેથી ASF વસૂલવાનું નક્કી કર્યું છે. જેનાથી હવાઈ મુસાફરી મોંઘી થશે. DGCAના જણાવ્યાં મુજબ આગામી મહિનાથી ઘરેલુ હવાઈ મુસાફરોએ ASF તરીકે 150 રૂપિયાની જગ્યાએ 160 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે આતંરરાષ્ટ્રીય મુસાફરોએ 1 સપ્ટેમ્બરથી 4.85 ડોલરની જગ્યાએ 5.2 ડોલર ASF તરીકે ચૂકવવા પડશે. 


2. LPG સિલિન્ડર
LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે. દર મહિને પહેલી તારીખના રોજ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલના ભાવ વધવાની સાથે સાથે તેની કિંમતમાં પણ ફેરફાર શક્ય છે. 


સ્વદેશી ટેકનીકથી વિકસિત નોન-ઇન્વેઝિવ પોર્ટેબિલ વેન્ટિલેટર લોન્ચ   


3. લોન મોરોટોરિયમ
ઈએમઆઈ ચુકાવનાર ગ્રાહકોના ખિસ્સા પર ઝટકો લાગી શકે છે. કોવિડ-19 સંકટોને કારણે લોન ગ્રાહકોની ઈએમઆઈ પર આ વર્ષે માર્ચમાં જે પ્રતિબંધ લાગ્યો હતો. તે 31 ઓગસ્ટથી સમાપ્ત થઈ રહ્યો છે. બેન્કિંગ સેક્ટરમાં તેને આગળ વધારવાને લઈ કોઈ સ્થિતિ સ્પષ્ટ નથી. રિટેઇલ લોન (હોમ, ઓટો, પર્સનલ લોન જેવી મુદત લોન યોજનાઓ હેઠળ આપવામાં આવેલી લોન)ને કઈ રીતે જાળવી રાખવામાં આવે, તેની સ્થિતિ સ્પષ્ટ થઈ રહી નથી. 


4. ઈન્ડિગોની એરલાયન્સ થશે શરૂ
આ સિવાય ઈન્ડિગો કંપની ઉડાન સેવા શરૂ કરી શકે છે. કંપની 1 સપ્ટેમ્બરથી પ્રયાગરાજ, કોલકત્તા અને સૂરત માટે ફ્લાઇટ શરૂ કરી શકે છે. કંપનીએ સમય શેડ્યૂલમાં ભોપાલથી પ્રયાગરાજ, આગરા, સૂરત, અમદાવાદ તથા આગરા ઉડાન શરૂ કરવાની જાહેરાત કરી હતી પરંતુ કોરોના કાળ સહિત કેટલાક કારણોને લીધે શરૂ થઈ શકી નથી. 


Amul ડેરી ઈલેક્શનમાં રામસિંહ પરમારની પેનલ વિજેતા બની 


5. Ola-Uber ડ્રાઇવર કરી શકે છે હડતાળ
સપ્ટેમ્બરમાં લોકોને અન્ય ઝટકો પણ લાગી શકે છે. ઓલા અને ઉબેરના ડ્રાઇવરોએ દિલ્હી-એનસીઆરમાં 1 સપ્ટેમ્બરથી હડતાલ કરવાનું કહ્યું છે. કેબ એગ્રીગ્રેટર્સની સાથે કામ કરનાર લગભગ 2 લાખ ડ્રાઇવર હડતાળમાં સામેલ છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube