6 કંપનીઓના IPO દાવ લગાવવાની તક, જાણો કિંમત સહિત અન્ય વિગત
શેર બજારમાં આ સપ્તાહે છ કંપનીના આઈપીઓ ઓપન થઈ રહ્યાં છે. એટલે કે રોકાણકારોને દાવ લગાવવાની ઘણી તક મળશે. અમે તમને આઈપીઓ, પ્રાઇઝ બેન્ડ સહિત અન્ય વિગતો જણાવી રહ્યાં છીએ.
IPO News: શેર બજારમાં આગામી સપ્તાહે ઘણી કંપનીના આઈપીઓ ઓપન થઈ રહ્યાં છે. તેમાં 3 સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ અને 1 મેનબોર્ડનો આઈપીઓ છે. આ કંપનીઓના લિસ્ટમાં જેએનકે ઈન્ડિયા આઈપીઓ, વાર્યા ક્રિએશન્સ આઈપીઓ વગેરે સામેલ છે.
1- જેએનકે ઈન્ડિયા આઈપીઓ (JNK India IPO)
આ આઈપીઓ 23 એપ્રિલે ખુલશે. ઈન્વેસ્ટરો પાસે આ આઈપીઓમાં 25 એપ્રિલ 2024 સુધી દાવ લગાવવાની તક રહેશે. કંપનીના આઈપીઓની સાઇઝ 649.47 કરોડ રૂપિયા છે. તો આઈપીઓ દ્વારા 0.76 કરોડ શેર જારી કરશે. નોંધનીય છે કે આ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 395 રૂપિયાથી 415 રૂપિયા છે.
2- વોડાફોન આઈડિયા લિમિટેડ એફપીઓ (Vodafone Idea Limited FPO)
આ દિગ્ગજ કંપનીનો એફપીઓ 18 એપ્રિલ 2024ના ઓપન થયો હતો. આ એફપીઓ 22 એપ્રિલ 2024 સુધી ખુલો રહેશે. કંપની એફપીઓ દ્વારા 18000 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્રયાસ કરી રહી છે. નોંધનીય છે કે વોડાફોન આઈડિયા લિમિટેડ એફપીઓની પ્રાઇઝ બેન્ડ 10 રૂપિયાથી 11 રૂપિયા પ્રતિ શેર છે.
આ પણ વાંચોઃ પારસના પથ્થરથી ઓછો નથી આ સોલર કંપનીનો શેર! ₹8થી સીધો પહોંચ્યો 1700ને પાર
3- વાર્યા ક્રિએશન્સ આઈપીઓ (Varyaa Creations IPO)
આ આઈપીઓ 22 એપ્રિલે ખુલશે. તો ઈન્વેસ્ટરો આ આઈપીઓમાં 25 એપ્રિલ સુધી દાવ લગાવી શકશે. કંપનીએ આઈપીઓ માટે 150 રૂપિયાની પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. નોંધનીય છે કે કંપની આઈપીઓ દ્વારા 20.10 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્રયાસ કરશે.
4. એમફોર્સ ઓટોટેક આઈપીઓ (Emmforce Autotech IPO)
આ આઈપીઓ 23 એપ્રિલથી 25 એપ્રિલ સુધી ઓપન થશે. આ આઈપીઓની સાઇઝ 53.90 કરોડ રૂપિયા છે. આઈપીઓ દ્વારા 55 લાખ શેર જારી કરવામાં આવશે. કંપનીએ આઈપીઓ માટે 93 રૂપિયાથી 98 રૂપિયા પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે.
5. શિવમ કેમિકલ્સ આઈપીઓ (Shivam Chemicals IPO)
આ આઈપીઓ 23થી 25 એપ્રિલ સુધી ઓપન રહેશે. કંપની આઈપીઓ દ્વારા 45.87 લાખ શેર જારી કરશે. આ આઈપીઓની સાઇઝ 20.18 કરોડ રૂપિયાની છે. કંપનીએ તે માટે 44 રૂપિયા પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે.
આ પણ વાંચોઃ દેશની દિગ્ગજ બેન્કે ડિવિડેન્ડ આપવાની કરી જાહેરાત, જાણો દરેક શેર પર કેટલો ફાયદો મળશે
6- ફાલ્કન કોન્સેપ્ટ્સ આઈપીઓ (Faalcon Concepts IPO)
આ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 62 રૂપિયા છે. આ આઈપીઓ 19 એપ્રિલથી 23 એપ્રિલ સુધી ખુલો રહેશે. કંપની આઈપીઓ દ્વારા 12.09 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્રયાસ કરશે. તો 19.5 લાખ ફ્રેશ શેર આઈપીઓ દ્વારા જારી કરવામાં આવશે.
(આ રોકાણની સલાહ નથી. શેર બજાર જોખમો અધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લો)