નવી દિલ્હીઃ Richest Buisnessman of World: શું કોઈ વ્યક્તિ કોઈપણ દેશ કરતા વધુ અમીર હોઈ શકે? જવાબ ના હશે પણ એવું નથી. દુનિયા સમૃદ્ધ (World Richest Persons) લોકોથી ભરેલી છે. અહીં અમે એવા કેટલાક લોકો વિશે જણાવીશું જેઓ માત્ર અમીર જ નથી પરંતુ ઘણા દેશોની જીડીપી કરતા પણ વધુ સંપત્તિ ધરાવે છે. તેમની પાસે નાના દેશોની અર્થવ્યવસ્થાને સંભાળવા માટે પૂરતી સંપત્તિ છે. તમે એમ પણ કહી શકો કે સરકારોને તેમના ઇશારે ઝૂકવા માટે મજબૂર કરવામાં આવી શકે છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સે એક યાદી બહાર પાડી છે. હવે તમે એ જાણવા માટે ઉત્સુક હશો કે એ લોકો કોણ છે અને તેમની પાસે કેટલા પૈસા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એલોન મસ્ક (Elon Musk)
ટેસ્લાના સીઈઓ, સ્પેસએક્સ અને એક્સના માલિક ઈલોન મસ્કને (Elon Musk)કોણ નથી જાણતું? બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર, તેમની કુલ સંપત્તિ લગભગ $229 બિલિયન છે.


બર્નાર્ડ આર્નોલ્ટ
અમીરોની યાદીમાં, બર્નાર્ડ આર્નોલ્ટ બીજા સ્થાને છે, મોએટ હેનેસી લૂઈસ વાઈટનના સીઈઓની કુલ સંપત્તિ લગભગ 173 અબજ ડોલર છે.


આ પણ વાંચોઃ અદાણીને ચાંદી જ ચાંદી: બધા શેર બની ગયા રોકેટ, વિશ્વના 20 સૌથી ધનિક લોકોમાં એન્ટ્રી


જેફ બેઝોસ
Jeff Bezos વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે, એમેઝોનના સ્થાપકની સંપત્તિ હાલમાં 162 અબજ ડોલર છે.


લેરી એલિસન
ઓરેકલની સ્થાપના 1977માં થઈ હતી અને તેમાં લેરી એલિસનની (Larry Ellison) ખાસ ભૂમિકા હતી. તેઓ ચોથા સૌથી અમીર વ્યક્તિ છે. હાલમાં તેમની કુલ સંપત્તિ 139 અબજ ડોલર છે.


બીલ ગેટ્સ
માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સની નેટવર્થ $128 બિલિયન છે. ખાસ વાત એ છે કે તેઓ ડોનર તરીકે પણ જાણીતા છે. તેઓ અમીરોની યાદીમાં પાંચમા સ્થાને છે.


લેરી પેજ
લેરી પેજની (Larry Page) કુલ સંપત્તિ હાલમાં $122 બિલિયન છે, તેમણે 1998માં ગૂગલની સ્થાપના કરી હતી. આ વર્ષે અત્યાર સુધીમાં તેમની સંપત્તિમાં $39.5 બિલિયનનો વધારો થયો છે.


આ પણ વાંચોઃ Yatra IPO: પ્રતિ શેર 135-142 રૂપિયા પ્રાઇઝ બેન્ડ, શુક્રવારે ખુલશે 775 કરોડનો ઈશ્યૂ


વોરેન બફેટ
વોરેન બફેટની (Warren Buffett) સંપત્તિ હાલમાં 122 બિલિયન ડોલરની આસપાસ છે, તેઓ વિશ્વમાં એક કુશળ રોકાણકાર તરીકે જાણીતા છે, મોટા દિગ્ગજો પણ ડોયવર્સિફાઈટ પોર્ટફોલિયો રોકાણમાં તેમની સલાહ લે છે.


સર્ગેઈ બ્રિન
સર્ચ એન્જીન ગૂગલને લેરી પેજ સાથે સર્ગેઈ બ્રિને (Sergey Brin) બનાવ્યું હતું. હાલમાં તેમની કુલ સંપત્તિ 116 બિલિયન ડોલરની આસપાસ છે.


સ્ટીવ બાલ્મર
માઇક્રોસોફ્ટના પૂર્વ સીઇઓ સ્ટીવ બાલ્મર (Steve Ballmer) હતા. તેમણે 9 વર્ષ પહેલા 2014માં આ પદ છોડ્યું હતું. બાલ્મરની સંપત્તિ હાલમાં $116 બિલિયન છે.


માર્ક ઝુકરબર્ગ
તે ફેસબુક (Mark Zuckerberg) ના સીઈઓ છે, હાલમાં તેમની કુલ સંપત્તિ 108 બિલિયન ડોલરની આસપાસ છે, આ વર્ષે અત્યાર સુધીમાં તેમની સંપત્તિમાં 62.7 બિલિયન ડોલરનો વધારો થયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube