Yatra Online IPO: પ્રતિ શેર 135-142 રૂપિયા પ્રાઇઝ બેન્ડ, શુક્રવારે ખુલશે 775 કરોડનો ઈશ્યૂ

Yatra Online IPO: આ આઈપીઓ હેઠળ 602 કરોડ રૂપિયાના ફ્રેશ ઈક્વિટી શેર જારી કરવામાં આવશે. આ સિવાય કંપનીના પ્રમોટરો અને વર્તમાન શેરધારકો દ્વારા 1.218 કરોડ શેરનું વેચાણ ઓફર ફોર સેલ હેઠળ થશે. કુલ ઈશ્યૂ સાઇઝ 775 કરોડ રૂપિયા છે, જ્યારે ફર્મનું મૂલ્ય 2230 કરોડ રૂપિયા છે. 
 

Yatra Online IPO: પ્રતિ શેર 135-142 રૂપિયા પ્રાઇઝ બેન્ડ, શુક્રવારે ખુલશે 775 કરોડનો ઈશ્યૂ

નવી દિલ્હીઃ Yatra Online IPO: ટ્રાવેલટેક સ્ટાર્ટઅપ યાત્રા ઓનલાઈને પોતાના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ  નક્કી કરી દીધી છે. કંપનીએ પ્રતિ શેર 135-142 રૂપિયા પ્રાઇઝ બેન્ડ રાખી છે. આ આઈપીઓ 15 સપ્ટેમ્બરે સબ્સક્રિપ્શન માટે ખુલશે અને 20 સપ્ટેમ્બરે બંધ થઈ જશે. તો એન્કર ઈન્વેસ્ટરો માટે આ ઈશ્યૂ પહેલા દિવસે એટલે કે 14 સપ્ટેમ્બરે ખુલશે. કંપની આઈપીઓ દ્વારા 775 કરોડ રૂપિયા ભેગા કરવા ઈચ્છે છે. 

આઈપીઓ સાથે જોડાયેલી ડિટેલ
આ આઈપીઓ હેઠળ 602 કરોડ રૂપિયાના ફ્રેશ ઈક્વિટી શેર જારી કરવામાં આવશે. આ સિવાય કંપનીના પ્રમોટરો અને વર્તમાન શેરધારકો દ્વારા 1.218 કરોડ શેરનું વેચાણ ઓફર ફોર સેલ હેઠળ કરવામાં આવશે. કુલ ઈશ્યૂ સાઇઝ 775 કરોડ રૂપિયા છે, જ્યારે ફર્મનું મૂલ્ય 2230 કરોડ રૂપિયા છે. 

OFS ના ભાગના રૂપમાં પ્રમોટર THCL ટ્રાવેલ હોલ્ડિંગ સાઇપ્રસ 17.5 લાખ શેર વેચશે, જ્યારે ઈન્વેસ્ટર પંડારા ટ્રસ્ટ સ્કીમ ઓએફએસના માધ્યમથી પોતાના 4,31,360 શેર વેચી કંપનીમાંથી બહાર નિકળવાની યોજના બનાવી રહી છે. સબ્સક્રિપ્શન બાદ સફળ ઈન્વેસ્ટરોને શેરનું એલોટમેન્ટ 25 સપ્ટેમ્બરે થશે. તો 26 તારીખે શેર ડીમેટ એકાઉન્ટમાં જમા થશે. કંપની શેર બજારમાં 29 સપ્ટેમ્બરે લિસ્ટ થશે. 

ક્યાં થશે ફંડનો ઉપયોગ
કંપની રણનીતિક ઈન્વેસ્ટમેન્ટ, અધિગ્રહણ અને ઇનઓર્ગેનિક ગ્રોથ માટે 150 કરોડ રૂપિયાના ફંડનો ઉપયોગ કરશે. આ સિવાય ગ્રાહક, અધિગ્રહણ, ટેક્નોલોજી અને અન્ય ઓર્ગેનિક પ્રોથ ઈનિશિએટિવમાં રોકાણ કરવામાં આવશે. તે માટે કુલ રકમ 392 કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે. બાકીના ફંડનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ જરૂરીયાત માટે કરવામાં આવશે. 

પ્રમોટર THCL ટ્રાવેલ હોલ્ડિંગ સાઇપ્રસની પાસે યાત્રા ઓનલાઇનમાં 88.91 ટકા અને એશિયા કન્સોલિડેટેડ ડીએમસી પીટીઈ લિમિટેડમાં 9.68 ટકા ભાગીદારી છે. તો નેટવર્ક 18 મીડિયા એન્ડ ઈન્વેસ્ટમેન્ટ 0.95 ટકા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સબ્સિડિયરી કંપની રિલાયન્સ રિટેલ 0.08 ટકા ભાગીદારી સાથે કંપનીમાં પબ્લિક શેરહોલ્ડર છે. 

કંપની વિશે
યાત્રા ઓનલાઇનનો દાવો છે કે તે કોર્પોરેટ ક્લાઇન્ટ્સની સંખ્યાના મામલામાં ભારતની સૌથી મોટી કોર્પોરેટ ટ્રાવેલ સર્વિસ પ્રોવાઇડર છે. આ સિવાય FY23 માટે ગ્રોસ બુકિંગ રેવેન્યૂ અને ઓપરેટિંગ રેવેન્યૂના મામલામાં પ્રમુખ OTA (ઓનલાઈન ટ્રાવેલ એજન્સી) પ્લેયર્સ વચ્ચે ભારતમાં ત્રીજી સૌથી મોટી ઓનલાઇન ટ્રાવેલ કંપની છે. માર્ચ   FY23 સુધી 21,05,600થી વધુ ટાઈ-અપની સાથે પ્રમુખ ઘરેલૂ ઓટીએ પ્લેયર્સની  વચ્ચે આ સિવાય હોટલ અને આવાસ ટાઈ-અપની સૌથી મોટી સંખ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news