નવી દિલ્હી: કોરોના (Coronavirus) કાળમાં જો તમારી પાસે પૈસાની અછત નથી અને દર મહિને એક સારી રકમ રોકાણ કરી શકો છો તો 15 વર્ષમાં કરોડપતિ બની શકો છો. ત્યારે 30 વર્ષ રોકાણ કરવા પર તમને 10 કરોડથી વધુ રૂપિયાની રકમ મળશે. જો કે, તેના માટે તમારે મ્યૂચ્યુઅલ ફંડના ત્રણ ફોર્મ્યુલા અપનાવવા પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર અને રોકાણ સલાહકારો અનુસાર મ્યુચ્યુઅલ ફંડ્સમાં એસઆઇપી (Systematic Investment Plan) દ્વારા રોકાણ કરવામાં સમયનું ઘણું મહત્વપૂર્ણ યોગદાન હોય છે. માર્કેટના અપડાઉન છતાં જો કોઇ દર મહિને ચોક્કસ રકમનું રોકાણ કરે છે તો તેના મ્યૂચ્યુઅલ ફંડમાં નેટ એસેટ વેલ્યૂમાં વધારો થતો રહે છે.


આ પણ વાંચો:- ખૂબ જ ઓછા પ્રિમિયમ પર મળી રહ્યું છે 5 લાખનું કોરોના કવર, આ બેંકે નિકાળી ખાસ પોલિસી


આ છે રોકાણનો પ્રથમ ફોર્મ્યુલા
રોકાણ સલાહકાર બલવંત જૈને અમારી સહયોગી વેબસાઇટ zeebiz.com સાથે વાત કરતા કહ્યું કે, મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે બે પ્રકારના ફોર્મ્યુલા છે. પ્રથમ ફોર્મ્યુલા 15*15*15. આ ફોર્મ્યુલાના હિસાબથી જો કોઇ વ્યક્તિ દર મહિને 15 હજાર રૂપિયાનું રોકાણ 15 વર્ષ માટે 15 ટકા રિટર્નના હિસાબથી કરે છે તો તેની પાસે લગભગ 1.02 કરોડ રૂપિયાનું ફંડ ભેગું થશે.


આ પણ વાંચો:- આ અઠવાડિયે RBI લેશે તમારા EMIને લઇ મોટો નિર્ણય, 6 ઓગસ્ટના થશે જાહેરાત


આ છે રોકાણનો બીજો ફોર્મ્યુલા
આ ઉપરાંત રોકાણનો બીજો ફોર્મ્યુલા છે 15*15*30. આ ફોર્મ્યુલાના હિસાબથી જો કોઇ વ્યક્તિ દર મહિને 15 હજાર રૂપિયા 30 વર્ષ માટે 15 ટકાના રિટર્નના હિસાબથી રોકાણ કરે છે તો તેની પાસે 10.51 કરોડ રૂપિયાનું ફંડ આવશે. તે દરમિયાન ત 54 લાખ રૂપિયાનું રોકાણ કરશે અને રિટર્ન વધીને 9.97 કરોડ રૂપિયા થઇ જશે.


કોઇપણ વ્યક્તિ મ્યૂચ્યુઅલ ફંડમાં જેટલી વધારે એસઆઇપી લાંબા સમય માટે કરશે તેને એટલો જ ફાયદો મળશે. જો કે, પ્રત્યેક વ્યક્તિ તેની સુવિધા અને સમય મર્યાદા તેમજ આવકના હિસાબથી રોકાણ કરી રિટર્ન કમાવવું જોઇએ.


આ પણ વાંચો:- જુલાઈમાં GST કલેક્શનમાં ઘટાડો, વીજળી વપરાશમાં સામાન્ય વધારો


પાંચ વર્ષના વિલંબથી થઈ શકે છે મોટો નુકસાન
જો 25 વર્ષના રોકાણકાર એસઆઈપીમાં રોકાણ કરવાનું શરૂ કરે છે અને પાંચ વર્ષ માટે વિલંબ કરે છે, તો પછી તે કમાણી પર કેવી રીતે મોટી અસર કરી શકે છે, આપણે તેને કેલ્ક્યુલસનના આધારે સમજી શકીશું. કેલ્ક્યુલસન માટે ધારીને, કે રોકાણકાર 30 વર્ષની ઉંમરે દર મહિને 5000 રૂપિયાનું રોકાણ કરવાનું શરૂ કરે છે અને 25 વર્ષ સુધી રોકાણ કરે છે. આ કિસ્સામાં, પરિપક્વતા સમયે સરેરાશ 12 ટકા વળતરના આધારે, તેને કુલ રૂ. 84,31,033 મળે છે. તે સમયે તે રોકાણકારની ઉંમર 55 વર્ષ હશે.


આ પણ વાંચો:- ONLINE ખરીદી શકશો ઘર! લોન્ચ થઇ એપ અને પોર્ટલ, દલાલોની ઝંઝટ ખતમ


જો તે રોકાણકારે 25 વર્ષની ઉંમરે એસઆઈપીમાં પૈસા મૂકવાનું શરૂ કર્યું હોત, તો સંપૂર્ણ સમયગાળો 30 વર્ષનો હોત. એટલે કે, રોકાણ 25 વર્ષને બદલે 30 વર્ષ માટે હોત. અને પછી સરેરાશ 12% વળતરના આધારે, પરિપક્વતા સમયે તેને કુલ 1,52,60,066 ની રકમ મળી હોત.


હવે, જો તમે આ કેલ્ક્યુલસને કાળજીપૂર્વક સમજો છો, તો જ્યારે તમે 25 વર્ષની ઉંમરે રોકાણ કરવાનું શરૂ કરો ત્યારે તમને રૂ. 68 લાખ (68,29,033) વધારાની રકમ મળશે, જે તમે 30 વર્ષની ઉંમરે રોકાણ કરવાનું શરૂ કર્યું ત્યારે મળ્યું નહીં. તેમ છતાં તમે આ વિશાળ રકમ મેળવી શકો છો, પરંતુ તે પછી તમારે 60 વર્ષની વય સુધી રાહ જોવી પડશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube