નવી દિલ્હીઃ 1 માર્ચ (1 March) થી કેટલાક મહત્વના ફેરફાર લાગૂ થવા જઈ રહ્યાં છે. જેનો સીધો સંબંધ સામાન્ય લોકો સાથે છે. આ ફેરફાર બેન્કિંગ, સ્વાસ્થ્ય અને શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા છે. આવો જાણીએ એક માર્ચથી ક્યા-ક્યા ફેરફાર થવાના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેન્કિંગ ક્ષેત્રમાં ફેરફાર
વિજયા બેન્ક અને દેના બેન્કના IFSC કોડ 1 માર્ચ 2021થી કામ કરશે નહીં. 1 માર્ચથી ગ્રાહકોએ નવા IFSC કોડનો ઉપયોગ કરવો પડશે. બેન્ક ઓફ બરોડાએ આ વિશે ગ્રાહકોને પહેલા જ જાણ કરી દીધી છે. 


મહત્વનું છે કે વિજયા બેન્ક અને દેના બેન્કનો વિલય બેન્ક ઓફ બરોડા (BoB) માં થઈ ગયો છે. આ વિલય 1 એપ્રિલ 2019થી લાગૂ થયો હતો. આ વિલય બાદ બન્ને બેન્કના ગ્રાહકો બેન્ક ઓફ બરોડાના ગ્રાહક બની ગયા છે. બેન્ક ઓફ બરોડાએ કહ્યું કે, નવા  MICR કોડવાળી ચેકબુક 31 માર્ચ 2021 સુધી પ્રાપ્ત કરી શકાય છે. 


આ પણ વાંચોઃ અત્યારે ખરીદી લો સોનું પછી મોકો નહી મળે, માર્ચમાં 50,000 સુધી વધશે ભાવ


'વિવાદ થી વિશ્વાસ' હેઠળ જાણકારી આપવાની સમયમર્યાદા વધી
આવકવેરા વિભાગે શુક્રવારે ડાયરેક્ટ ટેક્સ વિવાદ સમાધાન યોજના 'વિવાદ થી વિશ્વાસ' અંતર્ગત માહિતી આપવાની સમય મર્યાદા વધારી  31 માર્ચ અને ચુકવણી માટે સમય 30 એપ્રિલ સુધી વધારી દીધો છે. 


આવકવેરા વિભાગે ટ્વિટર પર લખ્યું છે, 'સીબીડીટીના વિવાદથી વિશ્વાસ કાયદા બેઠળ જાહેરાત કરવાની સમયમર્યાદા વધારી 31 માર્ચ, 2020 કરી દીધી છે. . વધારાની રકમ વિના ચુકવણી માટેની સમયમર્યાદા વધારીને 30 એપ્રિલ 2021 કરવામાં આવી છે.' મહત્વનું છે કે આ યોજના હેઠળ જાહેરાતની સમયમર્યાદા 28 ફેબ્રુઆરી હતી, જ્યારે વિવાદીત રમક ચુકવણીની સમય મર્યાદા 31 માર્ચ હતી. 


આ પણ વાંચોઃ બેકાબૂ બની મોંઘવારી: 3 દિવસની રાહત બાદ પેટ્રોલ-ડીઝલમાં મોટો વધારો, જાણો આજનો ભાવ


વૃદ્ધો અને બીમારોને મળશે કોરોના વેક્સિન
1 માર્ચથી સ્વાસ્થ્ય ક્ષેત્રમાં મહત્વનો નિયમ લાગૂ થવા જઈ રહ્યો છે. 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો અને ગંભીર બીમારીનો સામનો કરી રહેલા 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને 1 માર્ચથી કોરોનાની વેક્સિન આપવાનું શરૂ કરાશે. સરકારી હોસ્પિટલોમાં આ ફ્રી મળશે. તો ખાનગી હોસ્પિટલોમાં પૈસા આપવા પડશે. 


પ્રાઇમરી શાળાઓ ખુલશે
દેશના ત્રણ રાજ્યોમાં એક માર્ચથી શાળાઓ શરૂ થશે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં તમામ પ્રાઇમરી શાળા (ધોરણ 1થી 5) 1 માર્ચથી ખુલશે. તો હરિયાણા સરકારે 1 માર્ચથી ગ્રેડ 1 અને 2 માટે નિયમિત વર્ગો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. હરિયાણામાં ધોરણ 3થી 5ની શાળા પહેલાથી શરૂ થઈ ગઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube