Petrol, Diesel Prices Today, February 27, 2021: 3 દિવસની રાહત બાદ પેટ્રોલ-ડીઝલમાં મોટો વધારો, જાણો આજનો ભાવ

ફક્ત આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીની વાત કરીએ તો 25 દિવસ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ 7.36 રૂપિયા મોંઘું થયું છે. તો બીજી તરફ ફેબ્રુઆરીમાં ડીઝલના ભાવમાં 4.01 રૂપિયાનો વધારો થયો છે. 

Petrol, Diesel Prices Today, February 27, 2021: 3 દિવસની રાહત બાદ પેટ્રોલ-ડીઝલમાં મોટો વધારો, જાણો આજનો ભાવ

નવી દિલ્હી: ઓઇલ બજારમાં ત્રણ દિવસની શાંતિ બાદ આજે ફરી આમ આદમીને મોટો ઝટકો લાગ્યો છે. મંગળબાર બાદ આજે શનિવારે ફરી એકવાર પેટ્રોલ (Petrol) -ડીઝલ (Diesel) ના ભાવમાં વધારો થયો છે. આજે દિલ્હી (Delhi) ના બજારમાં પેટ્રોલ 24 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે. આ સાથે જ દિલ્હી (Delhi) માં એક લીટર પેટ્રોલ (Petrol) નો ભાવ 91.19 રૂપિયા પર જતું રહ્યું છે. તો બીજી તરફ શનિવારે ડીઝલ (Diesel) પણ 17 પૈસા મોંઘું થયું છે. આ સાથે જ દિલ્હી (Delhi) માં 1 લીટર ડીઝલના ભાવ વધીને 81.47 રૂપિયા પર પહોંચી ગયા છે. 

અમદાવાદ (Ahmedabad) માં આજે પેટ્રોલ (Petrol) નો ભાવ 88.31 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે. જ્યારે અમદાવાદ (Ahmedabad) માં આજે ડીઝલનો ભાવ 87.74 રૂપિયા પ્રતિ લીટર રહ્યો છે. ગઈકાલે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 88.08 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલનો ભાવ 87.57 રૂપિયા પ્રતિ લીટર હતો. આજે પેટ્રોલની કિંમતમાં થયો પ્રતિ લિટરે 23 પૈસાનો વધારો જ્યારે ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 16 પૈસાનો વધારો થયો છે. 

જોકે છેલ્લા 3 દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ વધારો થયો ન હતો. પેટ્રોલ અને ડીઝલની સતત વધતી કિંમતથી લોકો પરેશાન થઇ રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની મૂળ કિંમતમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય ચીજ ઉમેર્યા બાદ તેની કિંમત દરરોજ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે. 

મુંબઇ (Mumbai) માં તો પેટ્રોલ 97.57 રૂપિયાના સ્તર પર પહોંચી ગયું છે જોકે મેટ્રો (Metro) શહેરોમાં સૌથી વધુ છે. ભોપાલ (Bhopal) માં એક્સપી પેટ્રોલ (XP Petrol) 102.12 રૂપિયાના ભાવે વેચાઇ રહ્યું છે. ભોપાલ (Bhopal) માં ડીઝલ 89.76 રૂપિયાના ભાવે વેચાઇ રહ્યું છે. ભોપાલમાં પેટ્રોલ (Petrol) 99.21 રૂપિયા અને ડીઝલ (Diesel) 89.76 રૂપિયા પર પહોંચી ગયું છે. 

ફેબ્રુઆરીમાં પેટ્રોલ 3.87 રૂપિયા અને ડીઝલ 4.01 રૂપિયા થયું મોંઘું
ફેબ્રુઆરીના મહિનામાં 27 દિવસમાં પેટ્રોલના ભાવમાં 14 દિવસ વધારો થયો છે. તેનાથી આ 3.87 રૂપિયા મોંઘું થયું છે. ફક્ત આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીની વાત કરીએ તો 25 દિવસ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ 7.36 રૂપિયા મોંઘું થયું છે. તો બીજી તરફ ફેબ્રુઆરીમાં ડીઝલના ભાવમાં 4.01 રૂપિયાનો વધારો થયો છે. ગત 2 મહિનામાં ડીઝલ 7.60 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે. 

ક્રૂડ ઓઇલમાં નરમાઇ
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. આ પહેલાં ગુરૂવારે પણ ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઇ જોવા મળી હતી. કાલે લંડન ક્રૂડ એક્સચેંજમાં WTI Crude 2.03 ડોલર ઘટીને  61.50 પ્રતિ બેરલ સુધી આવી ગયો. બ્રેંટ ક્રૂડ પણ 0.75 ડોલર પ્રતિ બેરલ ઘટીને 66.13 ડોલર પ્રતિ બેરલ સુધી આવી ગયો. 

વધુ ટેક્સથી મોંઘવારી પર દબાણ: શક્તિકાંતા દાસ
MPC ની મિનિટ્સમાં કહેવાયું છે કે ડિસેમ્બરમાં CPI એટલે કે રીટેલ મોંઘવારી દર ખાદ્ય અને ઈંધણને હટાવવા છતાં 5.5 ટકાથી ઉપર રહ્યો છે. કારણ કે ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને પેટ્રોલ ડીઝલ પર ઊંચા ઈન્ડાઈરેક્ટ ટેક્સના કારણે મુખ્ય સામાન અને સેવાઓની મોંઘવારી વધી ગઈ. જેમાં ટ્રાન્સપોર્ટ અને સ્વાસ્થ્ય સેવાઓ ખાસ કરીને સામેલ છે.

નાણામંત્રીએ પણ આપ્યું નિવેદન- GST ના દાયરામાં લાવો પેટ્રોલ ડીઝલ
આ અગાઉ નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા કરવા માટે તેને GST ના દાયરામાં લાવવાની વાત કરી હતી. નાણામંત્રીએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ હવે એક સાથે મળીને એવો રસ્તો કાઢવો પડશે જેનાથી ફ્યૂલના ભાવ ઓછા થઈ શકે. 

આ રીતે તમારા શહેરના પેટ્રોલ ડીઝલના ભાવ જાણો
તમે તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલના ભાવ SMS દ્વારા જાણી શકો છો. ઈન્ડિયાન ઓઈલના ગ્રાહક  RSP લખીને 9224992249 નંબર પર અને BPCL ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર ભાવ મેળવી શકે છે. HPCL ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. 

રોજ સવારે બદલાય છે કિંમતો
પેટ્રોલ અને ડીઝલના ભાવ રોજ સવારે 6 વાગે બદલાય છે. સવાર 6 વાગ્યાથી નવા ભાવ લાગુ થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય ચીજો જોડાયા બાદ તેના ભાવ લગભગ બમણા થઈ જાય છે. વિદેશી મુદ્રાના દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડના ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news