સિનિયર સિટિઝન FD પર આ 4 બેંક આપી રહી છે શાનદાર રિટર્ન, ફટાફટ ચેક કરો
ફિક્સ ડિપોઝિટ (FD) એક પરંપરાગત અને વિશ્વસનિય રોકાણનો વિકલ્પ છે. બાપ-દાદાઓના યુગથી લોકો પોતાના રિટાયરમેન્ટની પ્લાનિંગ ફિક્સ ડિપોઝિટથી કરી કરતા આવ્યા છે. કેમ કે ફિક્સ ડિપોઝિટને રોકાણની દ્રષ્ટીએ સુરક્ષિત માનવામાં આવે છે અને રિટર્ન પણ સારુ મળે છે. એવું નથી કે આજના યુગમાં ફિક્સ્ડ ડિપોઝિટની ચમક ઓછી થઈ ગઇ છે. આજે પણ લોકો FDને એક સારા રોકાણનો વિકલ્પ તરીકે જોવે છે. અમે તમને ચાર મોટી બેંકોના સિનિયર સિટિઝન ફિક્સ્ડ ડિપોઝિટ વિશે જણાવી રહ્યાં છે.
નવી દિલ્હી: ફિક્સ ડિપોઝિટ (FD) એક પરંપરાગત અને વિશ્વસનિય રોકાણનો વિકલ્પ છે. બાપ-દાદાઓના યુગથી લોકો પોતાના રિટાયરમેન્ટની પ્લાનિંગ ફિક્સ ડિપોઝિટથી કરી કરતા આવ્યા છે. કેમ કે ફિક્સ ડિપોઝિટને રોકાણની દ્રષ્ટીએ સુરક્ષિત માનવામાં આવે છે અને રિટર્ન પણ સારુ મળે છે. એવું નથી કે આજના યુગમાં ફિક્સ્ડ ડિપોઝિટની ચમક ઓછી થઈ ગઇ છે. આજે પણ લોકો FDને એક સારા રોકાણનો વિકલ્પ તરીકે જોવે છે. અમે તમને ચાર મોટી બેંકોના સિનિયર સિટિઝન ફિક્સ્ડ ડિપોઝિટ વિશે જણાવી રહ્યાં છે.
આ પણ વાંચો:- આવતીકાલથી બદલાઇ જશે તમારી જીંદગી જોડાયેલી આ 8 વસ્તુઓ, જુઓ અહીં યાદી
SBI વી-કેર FD સ્કીમ
SBIમાં સિનિયર સિટીઝન માટે એક સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ છે. જેનું નામ એસબીઆઇ વી કેર છે. આ સ્કીમ 31 ડિસેમ્બર 2020 સુધી છે. જો કે, પહેલા આ સ્કીમ 30 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઈ રહી હતી. બાદમાં તેને આગળ વધારવામાં આવી છે. આ સ્કીમમાં ન્યૂનતમ 5 વર્ષ માટે અને મહત્મ 10 વર્ષ માટે પૈસા જમા કરાવી શકાય છે. જો અત્યારે તેમાં રોકાણ કરો છો તો તમને 6.20 ટકા વ્યાજ મળશે. આ વ્યાજ દર સામન્ય એફડીના દરથી 0.80 વધારે છે. આ રેટ 10 સપ્ટેમ્બરથી લાગુ છે. ત્યારે જો તમે નક્કી સમયગાળાથી પહેલા પૈસા ઉપાડો છો તો તમારે 0.5 ટકા પેનલટી આપવી પડી શકે છે.
આ પણ વાંચો:- બે દિવસના ઘટાડા બાદ સોનું, ચાંદી ફરી થયું મોંઘું, જાણો તમારા શહેરનો ભાવ
HDFC Bank સિનિયર સિટિઝન કેર FD સ્કીમ
ખાનગી બેંક એચડીએફસી બેંકમાં પણ સિનિયર સિટિઝન માટે સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ છે. આ સ્કીમનું નામ એચડીએફસી સિનિયર સિટિઝન કેર છે. આ સ્પેશિયલ એફડી પણ તમે 31 ડિસેમ્બર 2020 સુધી કરી શકો છો. તેમાં FDના સમયગાળા 5 વર્ષ 1 દિવસથી લઇને 10 વર્ષ સુધી છે. આ સમયગાળા દરમિયાન FD પર 6.25 ટકા વ્યાજ મળશે. અહીં પણ તમને સમાન્ય એફડીની સરખામણીએ 0.75 ટકા વધારે વ્યાજ મળશે. તેનો ફાયદો ડિસેમ્બર 2020 સુધી નવું એફડી એકાઉન્ટ ખોલાવનાર ઉપરાંત એકાઉન્ટ રિન્યુ કરાવનાર લોકોને પણ થશે. જો એફડી 5 વર્ષ પહેલા તોડો છો તો તમારે 1 ટકો પેનલ્ટી આપવી પડશે. જો પાંચ વર્ષ બાદ ઉપાડો છો તો આ પેનલ્ટી 1.25 ટકા હશે.
આ પણ વાંચો:- આવા કર્મચારીઓને નહી મળે LTC કેશ વાઉચર સ્કીમનો ફાયદો, શું તમે પણ છો દાયરામાં
ICICI Bank ગોલ્ડન યર FD સ્કીમ
આઇસીઆઇસીઆઇ બેંકમાં પણ સિનિયર સિટિઝન માટે સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા છે. આ સ્કીમનું નામ આઇસીઆઇસીઆઇ બેંક ગોલ્ડન યર છે. આ સ્કીમની સમયમર્યાદા 5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ છે. તેમાં એફડી કરાવા પર તમને 6.55 ટકા વ્યાજ મળશે. આ સમાન્ય FD કરતા 0.80 ટકા વધારે છે. જો તમે 5 વર્ષ 1 દિવસ પહેલા પૈસા ઉપાડો છો તો 1 ટકા પેનલ્ટી આપવી પડશે અને 5 વર્ષ 1 દિવસ બાદ પૈસા ઉપાડો છો તો 1.30 ટકા પેનલ્ટી આપવી પડશે.
આ પણ વાંચો:- આ વખતે તહેવારની સીઝનમાં નવી કાર માટે દીવાનગી નહી, જાણી લો કારણ
Bank of Barodaની સ્પેશિયલ FD સ્કીમ
બેંક ઓફ બરોડામાં 2 કરોડ રૂપિયાથી ઓછી કોલેબલ એફડી મામલે સિનિયર સિટિઝન માટે તમામ એફડીના સમયગાળા પર 0.50 ટકા વધારે વ્યાજ મળે છે. પરંતુ કોવિડ-19ની સ્થિતિ જોતા સ્પેશિયલ ઓફર અંતર્ગત 5 વર્ષથી વધારેથી લઇને 10 વર્ષ સુધીના સમયગાળા પર સિનિયર સિટિઝનને 1 ટકા વ્યાજ વધારેની ઓફર આપવામાં આવી રહી છે. જે હવે 31 ડિસેમ્બર 2020 સુધી લાગુ રહેશે. બેંક ઓફ બરોડામાં વૃદ્ધોને આ વખતે એફડી પર 3.40 ટકાથી લઇને 6.30 ટકા સુધી વર્ષનું વ્યાજ મળી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube