નવી દિલ્હી: હાલનું નાણાંકીય વર્ષ પુરૂ થવાને ચાર દિવસનો સમય બાકી છે. આ વર્ષે તમે ટેક્સ બચાવવા માટે પ્રોપર રોકાણ કર્યું છે કે નહી. જો હજુ સુધી નથી કર્યું તો હજુ પણ તમારી પાસે તક છે. તમે સેક્શન 80 સી હેઠળ રોકાણ કર 1.5 લાખ રૂપિયા સુધીની સીમા પર ટેક્સની બચત કરી શકો છો. એવામાં અમે તમને જણાવીશું કે તમે ક્યાં રોકાણ કરી તમારી ટેક્સ સેવિંગ કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીપીએફ
આ એક સ્મોલ સેવિંગ સ્કીમ છે જેમાં તમે ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1.50 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. આ રોકાણ પર તમને 8 ટકા વ્યાજ મળે છે. તેમાં રોકાણ અને મળનાર વ્યાજ ટેક્સ ફ્રી હોય છે. તમે 31 માર્ચ પહેલાં પીપીએફ એકાઉન્ટ ખોલાવીને તેમાં રોકાણ કરી શકો છો. 


ટ્યૂશન ફી
તમારા બે બાળકોની ટ્યૂશન ફી પર છૂટનો ફાયદો લઇ શકો છો. જો તમારા બાળકોની ટ્યૂશન ફીની ચૂકવણી કરી નથી તો જલદીથી ફી ભરી દો અને તેમાં ટેક્સ ફ્રી રોકાણ રાશિમાં સામેલ કરી શકો છો. અથવા તમારા પોતાના બાળકો ભારત સરકાર સાથે રજીસ્ટ્રેડ કોઇપણ સ્કૂલ, કોલેજ અથવા અન્ય શિક્ષણ સંસ્થામાં એડમિશન કરાવવું હોય તો કરાવી લો. 


લાઇફ ઇંશ્યોરેંસ પ્રીમિયમ
તમે પોતે અને પોતાની પત્ની સાથે બે બાળકોના લાઇફ ઇંશ્યોરેંસ પ્રીમિયમને તમે 1.5 લાખ રૂપિયાના ટેક્સ ફ્રી રોકાણમાં સામેલ કરી શકો છો. આ વીમો તમે ઇરડાના દાયદામાં આવતી કોઇપણ સરકારી અથવા પ્રાઇવેટ કંપની પાસેથી કરાવી શકો છો. તમે તેની ઓનલાઇન ચૂકવણી પણ કરી શકો છો. 


યૂનિટ લિંક્ડ ઇંશ્યોરેંસ પ્લાન
આ એક વીમા પ્લાન છે. તેમાં રોકાણથી તમે ઇક્વિટીની સાથે-સાથે વીમાનો લાભ પણ લઇ શકો છો. તો બીજી તરફ સેક્શન 80 સી હેઠળ ટેક્સમાં છૂટના દાયરામાં આવો છો. તેમાં તમે તમારી સાથે પત્ની અને બાળકો માટે પ્લાન લઇ શકો છો. 


નેશનલ સેવિંગ સર્ટિફિકેટ
તમે પણ રાષ્ટ્રીય બચત પત્ર (એનએસસી)માં રોકાણ કરીને 80C હેઠળ છૂટની માંગ કરી શકો છો. એનએસસી પર મળનાર વ્યાજ પણ ટેક્સ કપાતના દાયરામાં આવે છે. તેને તમે પોસ્ટ ઓફિસમાંથી લઇ શકો છો. 


ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટ
આ પ્રકારના ફિક્સ્ડ ડિપોઝિટ બેકની એફડીથી ઓછું વ્યાજ મળે છે. એવામાં ડીપોઝીટમાં 5 વર્ષનો લોક ઇન પીરિયડ રે છે. જોકે આ એફડી પર મળનાર વ્યાજ પર ટેક્સ લગાવવામાં આવે છે. 


સુકન્યા સમૃદ્ધિ સ્કીમ
આ સ્કીમ હેઠળ જો તમે તમારી 10 વર્ષથી નાની ઉંમરની પુત્રીના નામે રોકાણ કરી શકો છો. તો ઇનકમ ટેક્સના નિયમ સેક્શન 80 સી હેઠળ 1.50 લાખ રૂપિયા સુધી રોકાણ પર છૂટ મેળવી શકો છો. આ સ્કીમ હેઠળ તમે તમારી બે પુત્રીઓના ખાતા ખોલાવી શકો છો. 


હાઉસિંગ લોનની પ્રિંસિપલ એમાઉન્ટ
જો તમે હોમ લીધી છે તો તેને ચૂકવવા માટે તમારે દર મહિને હપ્તા આપવા પડે છે. હોમ લોનના હપ્તામાં દર મહિને વ્યાજની સાથે કેટલોક પ્રિંસિપલ એમાઉન્ટના રૂપમાં પણ તમારા તરફથી જાય છે. એવામાં તમે 80 સી હેઠળ પ્રિંસિપલ એમાઉન્ટને શો કરી શકો છો. આ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હોય છે.