નવી દિલ્હી: જો તમે તમારા બેંક એકાઉન્ટની સાથે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો. તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. તમારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડની કેટલીક સુવિધાઓ આજથી બંધ કરવામાં આવી રહી છે. આ મામલે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા થોડ સમય પહેલા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું... તો આવો જાણીએ શું છે સમગ્ર અહેવાલ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RBIએ જાહેર કર્યું નોટિફિકેશન
અમારી સહયોગી ઝી બિઝના જણાવ્યા અનુસાર, જે ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી લોકો કોન્ટેક્ટલેસ ટ્રાન્જેક્શન અથવા ઓનલાઇન ટ્રાન્જેક્શન કર્યા નથી તો આ કાર્ડ યૂઝર્સ માટે આ સર્વિસ 16 માર્ચથી બંધ થઇ જશે. થોડા સમય પહેલા ભારતીય રિઝર્વ બેંક દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, 16 માર્ચ, 2020 સુધી જે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડથી ઓનલાઇન અથવા કોન્ટેક્ટલેસ ટ્રાન્જેક્શન નથી કરવામાં આવ્યા તેમના માટે આ સુવિધા બંધ કરવામાં આવશે.


ભારતીય શેરબજારમાં કડાકો: સેન્સેક્સમાં 2,100 પાઇન્ટનો ઘટાડો, નિફ્ટી 569 પોઇન્ટ નીચે


શું છે કોન્ટેક્ટલેસ ટ્રાન્જેક્શન?
મોટાભાગે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સમાં Wi-Fi સુવિધા એટલે કોન્ટેક્ટલેસ સુવિધાની સાથે જ આવી રહ્યાં છે. આ કાર્ડની ખાસ વાત એ છે કે, તમે 2,000 રૂપિયા સુધી કોઈ પણ ટ્રાન્જેક્શન તમારા પીન નંબર વગર કરી શકો છો. જેમાં બસ તમારે તમારા કાર્ડને મશીનથી ટચ કરવાનું રહે છે અને ત્યારબાદ પેમેન્ટ થઈ જાય છે.


ATMમાંથી રૂપિયા કાઢવા કરતા પણ અનેકગણુ જરૂરી છે આ બાબતોનું ધ્યાન રાખવું


વિદેશમાં કાર્ડ ઉપયોગ કરવા માટે તમારે કરવો પડશે આગ્રહ
RBIએ બેંકોને આદેશ કર્યો છે કે, 16 માર્ચથી બેંક હવે માત્ર ભારતમાં જ તેનો ઉપયોગ કરવા માટે ડેબિટ કાર્ડ આપશે. જો કે, તમારે આ સુવિધાનો વિદેશમાં પણ ઉપયોગ કરવો છે તો તમારે બેંકને આ સુવિધા શરૂ કરવા માટે આગ્રહ કરવો પડશે.


કોરોનાનો હાહાકાર: ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે આવ્યાં મહત્વના સમાચાર


ગમે ત્યારે બંધ કરાવી શકો છો ડેબિટ અને ક્રેડિટ કાર્ડ
હવે તમે તમારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડને ગમે ત્યારે શરૂ અથવા બંધ કરાવી શકો છો. આ સુવિધા માટે તમે મોબાઈલ એપ અથવા ઓનલાઇન બેંકિંગ અથવા એટીએમ અથવા આઈવીઆરની મદદ પણ લઇ શકો છો.


માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર Bill Gates એ આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ


ટ્રાંજેક્શન લિમિટમાં કરી શકશો ફેરફાર
તમને જણાવી દઇએ કે બેંક 16 માર્ચથી તેમના ગ્રાહકોના કાર્ડને સ્વીચ ઓફ અને ઓન કરવાની સુવિધા પણ આપશે. આ સાથે પીઓએસ/એટીએમ/ઓનલાઇન ટ્રાન્જેક્શન/ કોન્ટેક્ટલેસ ટ્રાન્જેક્શનની પણ લિમિટમાં ફેરફાર કરવાની સુવિધા મળશે. તમને જણાવી દઇએ કે, આ નવા નિયમ પ્રીપેડ ગિફ્ટ કાર્ડ્સ અને મેટ્રો કાર્ડ પર લાગુ નહી થયા.


બિઝનેસના અન્ય સમાચાર જોવા માટે અહીં ક્લિક કરો...