કોરોનાનો હાહાકાર: ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે આવ્યાં મહત્વના સમાચાર 

હવે ભારતીય રેલવેની ટ્રેનોના એસી કોચમાં મુસાફરી કરતા લોકોએ પોતાના ધાબળા ઘરેથી લઈને આવવા પડશે. બધા જાણે છે કે કોરોના વાઈરસનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ સ્થિતિમાં દરેક વસ્તુ અને સુવિધા કે જેનાથી ચેપની શક્યતા વધારે હોય તેના પર રોક લગાવવી જરૂરી બની જાય છે.

કોરોનાનો હાહાકાર: ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે આવ્યાં મહત્વના સમાચાર 

નવી દિલ્હી: હવે ભારતીય રેલવેની ટ્રેનોના એસી કોચમાં મુસાફરી કરતા લોકોએ પોતાના ધાબળા ઘરેથી લઈને આવવા પડશે. બધા જાણે છે કે કોરોના વાઈરસનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ સ્થિતિમાં દરેક વસ્તુ અને સુવિધા કે જેનાથી ચેપની શક્યતા વધારે હોય તેના પર રોક લગાવવી જરૂરી બની જાય છે. પશ્ચિમ રેલવેએ આ અંગે મોટો નિર્ણય લેતા કહ્યું છે કે મુસાફરોને હવે એસી કોચમાં બ્લેન્કેટ મળશે નહીં. મુસાફરોને પોતાના ઘરેથી ધાબળા લઈને આવવા માટે અપીલ કરાઈ છે. કોરોના વાઈરસને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. બ્લેન્કેટ રોજ ધોવાતા ન હોવાથી વેસ્ટન રેલવે તરફથી આ અપીલ કરાઈ છે. 

કોરોનાને લઈને પ્રશાસન ખુબ ગંભીરતાથી કામગીરી હાથ ધરી રહ્યું છે. ભારતીય રેલવેએ રાજધાની દિલ્હીના રેલવે સ્ટેશનને કોરોના પ્રુફ બનાવવાની દિશામાં પગલું ભરવાનું શરૂ કરી દીધુ છે. વાઈરસની દહેશતને ધ્યાનમાં રાખતા દિલ્હી રેલવે સ્ટેશન પર પોસ્ટર અને ડિજિટલ સ્ક્રિન સંદેશને માધ્યમ બનાવીને મુસાફરોમાં જાગરૂકતા ફેલાવવાના પ્રયત્ન થઈ રહ્યાં છે. રેલવે સ્ટેશન પર સ્વચ્છતાનું પૂરેપૂરું ધ્યાન રખાઈ રહ્યું છે. ઠેર ઠેર સેનિટાઈઝર રાખવામાં આવી રહ્યાં છે અને રેલવે સ્ટાફને પણ માસ્ક આપવામાં આવ્યાં છે. એટલું જ નહીં ચેપ લાગેલા દર્દીઓ માટે સ્ટેશન પર જ આઈસોલેશન વોર્ડ પણ તૈયાર કરાયા છે. 

જુઓ LIVE TV

ઉત્તર રેલવેના અધિકારી સીપીઆરઓ દીપક પાસેથી મળેલી માહિતી મુજબ રેલવે મુસાફરોને જાગરૂક કરવા માટે હવે પ્લેટફોર્મ્સ પર માઈકથી જાહેરાતો પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કોરોના સંબંધિત પોસ્ટર પણ લગાવવામાં આવી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news