IPO Update: જો તમે IPOમાં પૈસા રોકવા માંગતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. આજનો દિવસ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે કુલ ત્રણ કંપનીઓના IPO ખુલ્યા છે. એક SME કંપનીનો IPO લિસ્ટ થયો છે. આ સાથે, પહેલાથી જ ખુલેલા સુરેન્દ્ર પાર્ક હોટેલ્સના IPOમાં સબસ્ક્રિપ્શન માટે આજે છેલ્લી તક છે. જો તમે પણ IPOમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને તમામ વિગતો જણાવી રહ્યા છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાયર એજ્યુકેશન માટે જવું છે ફ્રાંસ, ચારપેક બેચલર સ્કોલરશિપ દ્વારા પુરૂ કરો આ સપનું
અમેરિકામાં H1B વિઝા ધારકોને મોટી રાહત, પત્ની અને બાળકો પણ હવે કામ કરી શકશે


Gabriel Pet Straps ના શેરની ફ્લેટ લિસ્ટિંગ
Gabriel Pet Straps નો આઈપીઓ આજે લિસ્ટ થયો છે. આ શેર 13.86 ટકાના પ્રીમિયમ સાથે BSE પર રૂ. 115 પ્રતિ શેરના ભાવે લિસ્ટેડ છે. કંપનીએ IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 101 પ્રતિ શેર નક્કી કરી હતી. આ એક SME IPO છે જે BSE SME પર લિસ્ટેડ છે.


ગ્રહોનો પ્રેમ સાથે છે સીધો સંબંધ, વારંવાર નિષ્ફળતા મળતી હોય તો કરો આ ઉપાય
વર્ષો પછી વેલેન્ટાઈન ડે પર અદ્ભુત સંયોગ : આ શુભ સમયે કરો પ્રપોઝ


રાશી પેરિફેરલ્સનો ખુલ્યો IPO 
બુધવાર 7 ફેબ્રુઆરીના રોજ ઇંફોર્મેશન અને કોમ્યુનેશન ટેકનોલોજી પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યૂટર રાશી પેરિફેરલ્સનો IPO ખુલ્યો છે. આ IPO દ્વારા 600 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના છે. આ IPOની પ્રાઇસ બેન્ડ રૂપિયા 295 થી 311 રૂપિયાની વચ્ચે નક્કી કરવામાં આવી છે. રોકાણકારો આમાં 9મી ફેબ્રુઆરી સુધી બિડ કરી શકે છે. શેરનું લિસ્ટિંગ 14 ફેબ્રુઆરીના રોજ BSE અને NSE પર થશે.


Iran ના આ ટોપ 5 ટૂરિસ્ટ ડેસ્ટિનેશન ફરવાનું ચૂકતા નહી, ભારતીય માટે વીઝા બિલકુલ ફ્રી
બની ગયો રૂચક રાજયોગ, આ 3 રાશિવાળાને થશે ભાગ્યોદય, મળશે નવી જોબ


જના સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડ IPO
બેંગલુરુની જના સ્મોલ ફાઇનાન્સ બેંકનો IPO પણ આજે ખુલ્યો છે. બેંક આ IPO દ્વારા 570 કરોડ રૂપિયા એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. તમે આમાં 9મી ફેબ્રુઆરી સુધી રોકાણ કરી શકો છો. આ IPOમાં કંપની તાજા ઈશ્યુ દ્વારા રૂ. 462 કરોડ અને શેર ઓફર ફોર સેલ દ્વારા રૂ. 108 કરોડ એકત્ર કરવા જઈ રહી છે. કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી રૂ. 167 કરોડ એકત્ર કર્યા છે. કંપનીના શેરનું લિસ્ટિંગ 14 ફેબ્રુઆરીએ થશે. તેની પ્રાઇસ બેન્ડ રૂપિયા 393 થી 414 રૂપિયાની વચ્ચે નક્કી કરવામાં આવી છે.


Walnut Benefits: પોષણનું પાવરહાઉસ છે અખરોટ, દરરોજ મુઠ્ઠી ખાશો તો ઘટશે કેન્સરનું જોખમ
મકાઇને શેકતી વખતે તમે પણ ફેંકી દો છો તેના રેસા? આ 5 ફાયદાનો નહી મળે લાભ


કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંક IPO
કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંકનો IPO 7 ફેબ્રુઆરીએ ખુલ્યો છે. તમે આમાં 9મી ફેબ્રુઆરી સુધી રોકાણ કરી શકો છો. કંપનીએ IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 445 થી રૂ. 468 પ્રતિ શેરની વચ્ચે નક્કી કરી છે. કંપની આ IPO દ્વારા 523 કરોડ રૂપિયા એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સ દ્વારા 157 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. શેરનું લિસ્ટિંગ 14 ફેબ્રુઆરીના રોજ BSE અને NSE પર થશે.


મૌની અમાસ બાદ સોના જેવી ચમકશે આ 4 રાશિઓની કિસ્મત, થશે જોરદાર ફાયદો
Tata Nexon કરતાં કેટલી અલગ હશે આવનાર Tata Curvv? ડિઝાઇન સહિત 7 તફાવત જાણો


આ બે IPOમાં બિડ કરવાની છેલ્લી તક
ધ પાર્ક બ્રાન્ડની મૂળ કંપની APJ સુરેન્દ્ર હોટેલ્સના રૂ. 920 કરોડના IPOમાં બિડ કરવાની પણ આજે છેલ્લી તક છે. 5 ફેબ્રુઆરીએ ખુલેલા આ IPOમાં કંપનીએ શેર દીઠ રૂ. 147 થી રૂ. 155 વચ્ચે પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. શેરનું લિસ્ટિંગ 12મી ફેબ્રુઆરીના રોજ થશે. SME Italian Edibles ના IPO માં રોકાણ કરવાની પણ આજે છેલ્લી તક છે. આ SME IPOનું કદ રૂ. 26.66 કરોડ છે. તેની પ્રાઇસ બેન્ડ 68 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.


આ ગામમાં 5 દિવસ મહિલાઓ નથી પહેરતી કપડાં! સદીઓથી ચાલે છે પરંપરા
લોન્ચ થયો 251 રૂપિયામાં 500GB ડેટાવાળો સસ્તો પ્લાન, વેલિડિટી પણ જોરદાર