નવી દિલ્હીઃ બાળકના જન્મની સાથે જો તમે તેના માટે નાણાકીય પ્લાનિંગ શરૂ કરી દો તો તેની દરેક જવાબદારીઓ માટે તમારે ચિંતા કરવાની જરૂર પડશે નહીં. આજના સમયમાં રોકાણના ઘણા સાધન છે. તમે તમારી આવક અને જરૂરીયાત પ્રમાણે બાળક માટે રોકાણ શરૂ કરી શકો છો. પરંતુ જો તમે બાળક માટે મોટુ ફંડ બનાવવા ઈચ્છો છો તો તે માટે તમારે Mutual Funds માં રોકાણ જરૂર કરવું જોઈએ. SIP દ્વારા મ્યૂચુઅલ ફંડમાં રોકાણ કરી તમે તેના માટે કરોડોની રકમ ભેગી કરી શકો છો. અહીં જાણો તે ફોર્મ્યુલા જેના દ્વારા તમે બાળકને 21 વર્ષની ઉંમર પર કરોડપતિ બનાવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો શું છે આ ફોર્મ્યુલા
આ ફોર્મ્યુલા છે 21x10x12 ની. આ ફોર્મ્યુલા પ્રમાણે તમારે બાળકના જન્મની સાથે એસઆઈપી દ્વારા મ્યૂચુઅલ ફંડમાં રોકાણ કરવાનું છે અને આ રોકાણને સતત 21 વર્ષ સુધી યથાવત રાખવાનું છે. 10થી મતલબ છે 10,000 રૂપિયા છે એટલે કે બાળકના નામથી 10000 રૂપિયાની માસિક એસઆઈપી ચલાવવાની છે અને 12નો મતલબ રિટર્ન છે. એસઆઈપીનું એવરેજ રિટર્ન 12 ટકા માનવામાં આવે છે. 


આ પણ વાંચોઃ1000 રૂપિયાને 3 વર્ષમાં બનાવ્યા 87000, 48 પૈસાથી 60 રૂપિયા પહોંચ્યો શેર


સમજો કઈ રીતે બાળક બનશે કરોડપતિ
જો તમે આ ફોર્મ્યુલાને એપ્લાય કરો છો તો બાળકના જન્મની સાથે તેના નામથી 10 હજાર રૂપિયાની માસિક એસઆઈપી શરૂ કરી શકો છો અને તેને સતત 21 વર્ષ સુધી જાળવી રાખો છો તો તમે 21 વર્ષમાં કુલ 25,20,000 રૂપિયાનું રોકાણ કરશો. એસઆઈપીનું એવરેજ રિટર્ન 12 ટકા પ્રમાણે ગણતરી કરવા પર 21 વર્ષમાં આ રકમ પર  88,66,742 રૂપિયા વ્યાજ તરીકે મળશે. આ રીતે રોકાણની રકમ અને વ્યાજ મેળવીને 21 વર્ષ બાદ કુલ 1,13,86,742 રૂપિયા મળશે. આ રીતે 21 વર્ષની ઉંમરે તમારૂ બાળક 1 કરોડ રૂપિયાથી વધુનો માલિક બની જશે. આ પૈસાથી ભવિષ્યની તમામ જરૂરીયાત પૂરી થશે અને તે માટે બાળક તમને Thank You કહેશે.


50,000 કમાનાર સરળતાથી કરી શકે છે 10000ની SIP
તમામ લોકોના મનમાં સવાલ થાય છે કે આખરે દર મહિને 10000 રૂપિયા એસઆઈપી માટે કઈ રીતે કાઢવામાં આવે. તો તમને જણાવી દઈએ કે નાણાકીય રૂલ કહે છે કે દરેક વ્યક્તિએ પોતાની આવકના ઓછામાં ઓછા 20 ટકા ગમે તે રીતે ઈન્વેસ્ટ કરવા જોઈએ. જો તમારી આવક મહિને 50,000 રૂપિયા છે તો આવકના 20 ટકા 10,000 રૂપિયા થશે. તમારી જરૂરીયાત પર થોડું નિયંત્રણ રાખી તમે 10 હજારનું રોકાણ કરી શકો છો. જો તમારો પગાર 50 હજાર રૂપિયાથી વધુ છે તો તમને કોઈ મુશ્કેલી પડશે નહીં.