નવી દિલ્હી: કોઇપણ વ્યક્તિ જે સેલરી અથવા બિઝનેસ વડે કમાઇ કરે છે, તે હંમેશા ઇચ્છે છે કે તેમની એક નિશ્વિત આવક પણ આવતે રહે. ઇન્ડીયા પોસ્ટની મંથલી ઇનકમ સ્કીમ (એમઆઇએસ) પણ એક એવી યોજના છે, જેના દ્વારા દર મહિને એક નિશ્વિત માસિક આવક લોકોને મળતી રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવા લોકોને મળી શકે છે બમણો ફાયદો
સ્કીમ અનુસાર જો કોઇપણ વ્યક્તિ પોતાના પતિ અથવા પત્નીની સાથે મળીને સંયુક્ત ખાતું આ સ્કીમમાં ખોલાવે છે, તો પછી તેમને બમણો ફાયદો મળશે. ટેક્સ અને રોકાણ સલાહકારોના અનુસાર આ સ્કીમ તે રોકાણકારો માટે છે, જે દર મહિને કોઇપણ પ્રકારના જોખમ વિના પોતાના રોકાણ પર એક નિશ્વિત આવક મેળવવા ઇચ્છે છે.


તેના માટે યોગ્ય
આ સ્કીમ નોકરીમાંથી નિવૃત થઇ ચૂકેલા વ્યક્તિ અથવા પછી વરિષ્ઠ નાગરિકો માટે સૌથી વધુ યોગ્ય છે, જેની પાસે આવકનું કોઇ માધ્યમ બચતું નથી. પરંતુ તેનો અર્થ એ નથી કે બીજું કોઇ તેમાં રોકાણ ન કરી શકે. સેબી દ્વારા રજિસ્ટર્ડ કરી તથા રોકાણ સલાહકાર જીતેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે ''એમઆઇએસ તે રોકાણકારો માટે યોગ્ય છે, જે એકવાર રોકાણ કરીને દર અમ્હિને એક નિશ્વિત આવક ઇચ્છે છે. એક વ્યક્તિ તેમાં 4.5 લાખ વધુમાં વધુ રોકાણ કરી શકે છે, પરંતુ જો તે સંયુક્ત ખાતુ ખોલે છે, તો તે 9 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે. 


પોસ્ટ ઓફિસ એમઆઇએસ કેલ્કુલેટર
આ સ્કીમમાં હાલ 6.6 ટકાના દરેથી વ્યાજ મળી રહ્યું છે. આ મુજબ એક વ્યક્તિને 4.5 લાખ રૂપિયા પર ફક્ત વાર્ષિક વ્યાજથી રૂપિયા 29,700ની આવક થઇ જશે. તો બીજી તરફ સંયુક્ત ખાતામાં 9 લાખ રૂપિયા જમા કરાવીને વ્યાજમાંથી જ 59,400ની વાર્ષિક આવક થઇ જશે. આ મુજબ આ માસિક આવક રૂપિયા 4,950 થશે. 


તો બીજી તરફ કોઇ વ્યક્તિ આ વ્યાજને નિકળાતું નથી, તો પછી 6.6 ટકા વ્યાજ અનુસાર રૂપિયા 59,400 પર કમ્પાઉન્ડિંગ મુજબ બે વર્ષમાં રૂપિયા 3,920.40નું વધારાનું વ્યાજ મળશે. આ અનુસાર બે વર્ષમાં 9 લાખ પર તેની આવક (રૂપિયા 9,00,000+રૂપિયા 59,400+ રૂપિયા 3920.40) એટલે કે રૂપિયા 9,63,320.40 થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર