Indian Railway: રેલવેમાં લાંબા અંતરની યાત્રા કરવી હોય તો આરામદાયક મુસાફરી માટે લોકો એસી કોચની પસંદગી કરે છે. પરંતુ એસી કોચમાં રજર્વેશન કરીને મુસાફરી કરતા લોકોથી ભારતીય રેલવે કંટાળી ગયું છે. જેને લઇને ભારતીય રેલવે દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. રોજ રેલવેમાં લાખો લોકો મુસાફરી કરે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે આ મુસાફરી દરમિયાન એસી કોચમાં મળતી ચાદર, તકિયા અને અન્ય વસ્તુ પોતાની સાથે લઈ જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલવે તરફથી એસી કોચમાં મુસાફરી કરનાર લોકોને ચાદર, તકિયા, ટુવાલ જેવી વસ્તુઓ આપવામાં આવે છે પરંતુ કેટલાક લોકો આ વસ્તુઓને પોતાની સાથે ઘરે લઈ જાય છે. આ રીતે થતી ચોરીના કારણે રેલવેને લાખો રૂપિયાનું નુકસાન થાય છે. યાત્રીઓની આવી હરકતથી પરેશાન રેલવે વિભાગે મુસાફરો માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે.


આ પણ વાંચો:


મોદી સરકારે આપી મોટી રાહત, આ લોકોને નહીં ભરવો પડે કોઈ ટેક્સ, મળશે ટેક્સમાંથી મુક્તિ


ITR ભરવા છતાં હજુ નથી મળ્યું રિફંડ? જાણો ક્યારે મળશે તમારા પૈસા


Success Story: રોજનો 4 લાખ રૂપિયાનો પગાર... ટાટાની કંપનીમાં CEO જેટલું જ મહત્ત્વ!


એસી કોચમાંથી ચોરી કરનાર મુસાફરોના કારણે રેલવેને દર વર્ષે લાખો રૂપિયાનો ચૂનો લાગી જાય છે. કેટલાક લોકો તો એસી કોચમાં મળતી ચાદર, તકિયા, ધાબળા સિવાયની વસ્તુઓ પણ ચોરી કરીને ઘરે લઈ જાય છે. રેલ્વે વિભાગ અનુસાર સૌથી વધારે ચોરી છત્તીસગઢના બિલાસપુર ઝોનમાં થાય છે. બિલાસપુર અને દુર્ગ વચ્ચે ચાલતી એક્સપ્રેસ ટ્રેનોના એસી કોચમાંથી ધાબડા, ચાદર, તકિયાના કવર, ટુવાલ જેવી વસ્તુઓ સૌથી વધારે ચોરી થાય છે. આ રુટમાં ચાલતી ટ્રેનમાંથી છેલ્લા કેટલાક મહિના દરમિયાન 55 લાખ રૂપિયા નો સામાન ચોરી થઈ ગયો છે.


રેલવે વિભાગ તરફથી આ જાણકારી દેતા એ પણ જણાવવામાં આવ્યું કે રેલવેની વસ્તુઓની ચોરી કરવી કાયદાકીય ગુનો છે. આ કામ કરનારને દંડ અને સજા ની જોગવાઈ પણ કરવામાં આવી છે. રેલવેની પ્રોપર્ટી ને નુકસાન કરનાર કે તેની વસ્તુની ચોરી કરનાર ને પાંચ વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે અને રેલવે વિભાગ તરફથી દંડ પણ ફટકારી શકાય છે.