Income Tax: મોદી સરકારે આપી મોટી રાહત, આ લોકોને નહીં ભરવો પડે કોઈ ટેક્સ, મળશે ટેક્સમાંથી મુક્તિ

Income Tax: નાણાકીય વર્ષ 2022 23 માટે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે. જેમ જેમ આ દિવસ નજીક આવતો જાય છે તેમ ઇન્કમટેક્સ અંતર્ગત આવતા લોકો પોતાનું રિટર્ન ફાઇલ કરવા લાગ્યા છે. આ પ્રક્રિયાની વચ્ચે મોદી સરકારે કેટલાક લોકોને મોટી રાહત આપી છે. સરકારે જણાવ્યું છે કે કેટલાક લોકોને ઇન્કમટેક્સ ફાઈલ કરવાની જરૂર નથી.

Income Tax: મોદી સરકારે આપી મોટી રાહત, આ લોકોને નહીં ભરવો પડે કોઈ ટેક્સ, મળશે ટેક્સમાંથી મુક્તિ

Income Tax: નાણાકીય વર્ષ 2022 23 માટે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે. જેમ જેમ આ દિવસ નજીક આવતો જાય છે તેમ ઇન્કમટેક્સ અંતર્ગત આવતા લોકો પોતાનું રિટર્ન ફાઇલ કરવા લાગ્યા છે. આ પ્રક્રિયાની વચ્ચે મોદી સરકારે કેટલાક લોકોને મોટી રાહત આપી છે. સરકારે જણાવ્યું છે કે કેટલાક લોકોને ઇન્કમટેક્સ ફાઈલ કરવાની જરૂર નથી. જે લોકોને કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાની જરૂર નથી તેમાં વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ થાય છે. 

આ પણ વાંચો:

આઈકર અધિનિયમ 1961 ની 194 પી કલમ અંતર્ગત કેટલાક વરિષ્ઠ નાગરિકોને રિટર્ન ફાઇલ કરવાની જરૂર હોતી નથી. આ નિયમ એપ્રિલ 2021 થી લાગુ છે. જે લોકોને કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાની જરૂર નથી તેમાં 75 વર્ષ કે તેનાથી વધુની ઉંમરના નાગરિકોનો સમાવેશ થાય છે. કેટલીક શરતોને આધીન વરિષ્ઠ નાગરિકોને ટેક્સમાંથી છૂટ આપવામાં આવે છે. આ નિયમ અંતર્ગત 75 વર્ષ કે તેનાથી વધુની ઉંમરના વરિષ્ઠ નાગરિકોએ બેંકમાંથી પેન્શન અને વ્યાજની આવક ના ઘોષણાપત્ર સરકારમાં જમા કરાવવા પડશે. 

ટેક્સેબલ આવકથી ઓછી આવકમાં આવતા નાગરિકોને ટેક્સ ભરવાની જરૂર નથી. પરંતુ જો તેમની આવકમાંથી કોઈ ટીડીએસ કાપવામાં આવ્યું છે તો આઈ ટી આર ભરવું જરૂરી છે તો જ તેઓ રિફંડ મેળવી શકશે.

આઈટીઆર ભરવામાંથી મુક્તિની શરતો

- વ્યક્તિની ઉંમર 75 કે તેનાથી વધુ હોવી જોઈએ.
- વ્યક્તિ ભારતીય નાગરિક હોવા જોઈએ. 
- વ્યક્તિ બેંકને એક ઘોષણા પત્ર પ્રસ્તુત કરે
- એકવાર જો બેંક વરિષ્ઠ નાગરિકો માટે ટેક્સ કાપે છે તો તેમણે રિટર્ન ફાઈલ કરવાની જરૂર નથી પડતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news