સતત બીજા વર્ષે બોનસ શેર આપી રહી છે કંપની, 1 શેર પર 1 ફ્રી, ડિવિડેન્ડની પણ જાહેરાત
Bonus Stock: બોમ્બે મેટ્રિક્સ સપ્લાય ચેને એક શેર પર એક બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપનીએ દરેક શેર પર ડિવિડેન્ડની પણ જાહેરાત કરી છે. જે માટે રેકોર્ડ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.
Bonus Share: ઈન્વેસ્ટરો માટે સારા સમાચાર છે. બોમ્બે મેટ્રિક્સ સપ્લાય ચેન (Bombay Metrics Supply Chain) એ ફરી બોનસ શેરની જાહેરાત કરી છે. કંપનીએ આ વખતે ડિવિડેન્ડ અને બોનસ શેર બંનેની જાહેરાત કરી છે. શેર બજારને તેની જાણકારી શનિવારે આપવામાં આવી હતી.
1 શેર પર એક શેર ફ્રી
17 ઓગસ્ટે શેર બજારને આપેલી જાણકારીમાં Bombay Metrics Supply Chain એ કહ્યું હતું કે એક શેર પર 1 શેર બોનસ તરીકે આપવામાં આવશે. કંપનીએ જણાવ્યું કે 10 રૂપિયાની ફેસ વેલ્યુવાળા એક શેર પર એક બોનસ શેર આપવામાં આવશે. મહત્વનું છે કે એક્સચેન્જ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર કંપની યોગ્ય ઈન્વેસ્ટરોને 2 મહિનાની અંદર બોનસ શેર જારી કરી દેશે. આ પહેલા કંપની 2023માં બોનસ શેર આપી ચૂકી છે.
ડિવિડેન્ડ આપી રહી છે કંપની
બોનસ ઈશ્યુની સાથે-સાથે કંપનીએ ડિવિડેન્ડની પણ જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે એક શેર પર 0.45 રૂપિયાનું ડિવિડેન્ડ યોગ્ય ઈન્વેસ્ટરોને આપવામાં આવશે. આ ડિવિડેન્ડ માટે કંપનીએ ઓગસ્ટ 2024ની તારીખને રેકોર્ડ ડેટ નક્કી કરી છે. એટલે કે આ દિવસે જે ઈન્વેસ્ટરોના નામ કંપનીની રેકોર્ડ બુકમાં રહેશે તેને ડિવિડેન્ડનો લાભ મળશે.
આ પણ વાંચોઃ કોઈ 5612 કરોડ તો કોઈ 172859 કરોડના માલિક, આ 5 લોકોએ શેરબજારમાંથી કરી અતૂટ કમાણી
શેર બજારમાં કંપનીનું પ્રદર્શન
શુક્રવારે કંપનીના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીના શેર 5 ટકા કરતા વધુના ઘટાડા સાથે એનએસઈમાં 128 રૂપિયાના સ્તર પર પહોંચી ગયા હતા. છેલ્લા એક વર્ષ દરમિયાન કંપનીના શેરની કિંમતોમાં 30 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ છ મહિના પહેલા શેર ખરીદનાર ઈન્વેસ્ટરોને અત્યાર સુધી 17 ટકાનો લાભ થયો છે.
એનએસઈમાં કંપનીનો 52 વીક હાઈ 234.60 રૂપિયા અને 52 વીકનું લો લેવલ 74 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 78 કરોડ રૂપિયા છે.
(ડિસ્ક્લેમરઃ આ રોકાણની સલાહ નથી. શેર બજાર જોખમો અધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લો)