નોઇડા : પેટીએમના માલિક વિજય શેખર શર્માનો પર્સનલ ડેટા ચોરીને 20 કરોડ રૂપિયાની ખંડણી માંગવાની ઘટના સામે આવી છે. વિજય શર્માનો ખાનગી ડેટા કંપનીના જ ત્રણ કર્મચારીઓએ ચોર્યા હતા અને બાદમાં વિજય શેખરને બ્લેકમેલ કરવામાં આવ્યા હતા. આ અંગે નોઇડા સેક્ટર 20માં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે બ્લેકમેલ કરનાર ત્રણ કર્મચારીઓની ધરપકડ કરી છે. જેમાં એક મહિલાનો પણ સમાવેશ છે જે વિજયની સેક્રેટરી છે. નોઇડા પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે લોન્ચ થઇ કરોડોના દિલોની ધડકન નવી સેન્ટ્રો, જાણો કેટલી છે કિંમત


અધિકારીઓએ માહિતી આપી છે કે આ કાંડની સુત્રધાર સેક્રેટરી જ છે અને તેણે કંપનીને નુકસાન પહોંચાડવા તેમજ વિજય શેખર શર્માની ઇમેજ બગાડવા માટે આ રસ્તો અપનાવ્યો હતો. આ મામલાની ફરિયાદ મળતા જ ફરિયાદ મળતા જ નોઇડા પોલીસ સેક્ટર 5માં આવેલી કંપનીની ઓફિસમાં પહોંચી હતી અને ત્રણેય આરોપીઓ- સેક્રેટરી સોનિયા, રાહુલ અને દેવેન્દ્રની ધરપકડ કરી હતી. પોલીસ મુજબ આ સમગ્ર ઘટનાની માસ્ટરમાઇન્ડ સોનિયા છે. પરંતુ આખરે તેને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સની મદદથી પકડવામાં આવી. જોકે, આ મામલામાં ચોથો આરોપી ફરાર છે. 


દિવાળીના તહેવારમાં માત્ર એક રૂપિયામાં ખરીદો સોનું, કરવો પડશે આ એપનો ઉપયોગ


નોઈડાના એસએસપી અજય પાલ શર્માના જણાવ્યા મુજબ વિજય શર્માએ તેમને ફરિયાદ કરી હતી કે કોઈ તેમને બ્લેકમેલ કરી રહ્યું છે. વિજય શર્માએ જણાવ્યું કે 20 સપ્ટેમ્બરના રોજ જ્યારે તેઓ જાપાનમાં હતા ત્યારે તેમના પર થાઈલેન્ડના કોઈ નંબરથી ફોન આવ્યો હતો. તે વ્યક્તિએ દાવો કર્યો કે વિજય શર્માનો ખાનગી ડેટા તેની પાસે છે. બ્લેકમેલરે તેની પાસે રૂ.20 કરોડની ખંડણી માગી હતી. આ સાથે તેણે જણાવ્યું હતું કે જો તેઓ પૈસા નહીં આપે તો તેમનો અંગત ડેટા જાહેર કરી દેવામાં આવશે.


બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...