નવી દિલ્હીઃ વીડિયો ક્રિએટિંગ અને શેરિંગ એપ્લિકેશન Tik Tokએ ગૂગલ પ્લે સ્ટોર(Google Play Store)માંથી ડાઉનલોડ (Download)ની બાબતે સોશિયલ નેટવર્કિંગ એપ્લિકેશન્સ ફેસબુક (Facebook), ઈન્સ્ટાગ્રામ (Instagram), સ્નેપચેટ (Snapchat), હેલો (Hello) અને ટ્વીટર (Twitter) જેવી પ્રખ્યાત સાઈટને પણ પાછળ રાખી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધ સેન્સર ટાવર રિપોર્ટ 2019(The Sensor Tower Report 2019) દ્વારા સપ્ટેમ્બર, 2019માં સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ડાઉનલોડ(Download) કરવામાં આવેલી સોશિયલ મીડિયા એપ્લિકેશન જાહેર કરી છે. રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બર, 2019માં સમગ્ર વિશ્વમાં 6 કરોડ લોકોએ ટિકટોક એપ ડાઉનલોડ કરી હતી અને સમગ્ર વિશ્વના કુલ ડાઉનલોડ કરનારામાં 44 ટકા ભારતીય છે.


Googleએ મેળવી Quantum Supremacy : કમ્પ્યૂટિંગની દુનિયામાં નવી ક્રાંતિ....!


ફેસબૂક (Facebook) બીજા નંબરની ડાઉનલોડ એપ્લિકેશન છે, અને ભારતમાં સમગ્ર વિશ્વના 23 ટકા લોકોએ આ એપ ડાઉનલોડ કરી છે. ઈન્સ્ટાગ્રામ, લાઈકી, સ્નેપચેચ કુલ ડાઉનલોડમાં ટોચની 5 એપ્લિકેશનમાં આવે છે. 


જુઓ LIVE TV....


ટેક્નોલોજીના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....