Gold Rate: ગોલ્ડમાં 2500 રૂપિયા સુધીનો કડાકો...શું સોનું ખરીદવા માટે આ યોગ્ય સમય છે?
સોનાના ભાવ ઘણા સમયથી એક દાયરોમાં જોવા મળી રહ્યો છે. સોનાની કિંમત હવે 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરની નીચે આવી ગઈ છે. ગત મહિને મજબૂત માંગ બાદ પીળી ધાતુ પર દબાણ જોવા મળી રહ્યું છે. નવા નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં સોનામાં કેટલીક મજબૂત ખરીદી જોવા મળી હતી.
સોનાના ભાવ ઘણા સમયથી એક દાયરોમાં જોવા મળી રહ્યો છે. સોનાની કિંમત હવે 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરની નીચે આવી ગઈ છે. ગત મહિને મજબૂત માંગ બાદ પીળી ધાતુ પર દબાણ જોવા મળી રહ્યું છે. નવા નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં સોનામાં કેટલીક મજબૂત ખરીદી જોવા મળી હતી. ગત મહિનાની શરૂઆતમાં સોનાનો ભાવ 61800 રૂપિાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયો હતો. પરંતુ હવે મજબૂત અમેરિકી ડોલરના કારણે સોનામાં 2500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટાડો જોવા મળ્યો છે.
અમેરિકી ફેડ પર નિર્ભર ભાવ
રિદ્ધિ સિદ્ધિ બુલિયન્સના મેનેજિંગ ડાઈરેક્ટર પૃથ્વીરાજ કોઠારીએ કહ્યું કે 13 જૂનના રોજ અમેરિકી ફેડની બેઠક પહેલા સોનાના ભાવ લગભગ 60000 રૂપિયા પર છે. તેમણે કહ્યું કે અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે કે સતત 10 વખત વધારા બાદ શું ફેડ જૂનની બેઠકમાં વ્યાજ દરને રોકશે કે પોતાના આક્રમક વલણને યથાવત રાખશે.
ગોલ્ડની બેઝ પ્રાઈસ
એક મીડિયા રિપોર્ટમાં કરાયેલા ઉલ્લેખ મુજબ મહેતા ઈક્વિટિઝમાં કોમોડિટીઝના વીપી રાહુલ કલંતરીએ કહ્યું કે આ કેલેન્ડર વર્ષના પહેલા ત્રિમાસિકમાં મોટી તેજી જોયા બાદ મજબૂત ડોલર અને ટ્રેઝરી યીલ્ડમાં તેજી વચ્ચે સોનામાં ઉચ્ચ સ્તરમાં કેટલીક પ્રોફિટ બુકિંગ જોવા મળી છે. તેમણે કહ્યું કે અમને લાગે છે કે હવે ગોલ્ડ આગામી બુલ રન માટે લગભગ 6000 રૂપિયાનો આદાર બનાવી રહ્યો છે. આ સિવાય બજાર વિશ્લેષકોના જણાવ્યાં મુજબ ઉનાળો પરંપરાગત રીતે સોનાની કિંમતો માટે એક નબળી મૌસમ છે. કારણ કે પીળી ધાતુની માગણીને પ્રોત્સાહન આપવા માટે નીકટ ભવિષ્યમાં કોઈ મહત્વપૂર્ણ કારણ જોવા મળતું નથી. આ સાથે જ વૈશ્વિક ઈક્વિટી બજારોમાં ખરીદીએ પણ કિંમતી ધાતુની સુરક્ષિત ખરીદી માટે દ્રષ્ટિકોણને સરળ બનાવ્યો છે.
ફરીથી વધી શકે છે ભાવ
રાહુલ કલંતરીએ કહ્યું કે યુએસ ફેડની આગામી બેઠકના પરિણામ સોનાના ભાવને પ્રભાવિત કરી શકે છે. બેઠક બાદ જ ગોલ્ડની કિંમતો અંગે તસવીર સ્પષ્ટ થશે. કલંતરીએ કહ્યું કે ડોલર ઈનડ્કેસ 104.50ના સ્તરને જાળવી રાખવા માટે સક્ષમ નથી. જે સોનાની ચાલ માટે એક મોટો ટ્રિગર છે. અમેરિકી ઈન્ફ્લેશન અને અમેરિકી બેરોજગારી સંખ્યા ફેડ દ્વારા વ્યાજ દર રોકવાની તરફ લઈ જઈ શકે છે. આ કારણે સોનાના ભાવમાં તેજી જોવા મળી શકે છે.
કેટલા ઘટી શકે ભાવ
રાહુલ કલંતરીએ વધુમાં કહ્યું કે ઘરેલુ બજારમાં ભારતીય મુદ્રાનું સમર્થન પ્રદાન કરવા માટે આરબીઆઈના હસ્તક્ષેપથી સોનાના ભાવને નુકસાન થઈ શકે છે. પરંતુ અમે સોના પર પોતાની તેજીના દ્રષ્ટિકોણને ત્યાં સુધી જાળવી શકીશું કે જ્યાં સુધી તે 58600 રૂપિયાના સ્તરથી નીચે ન તૂટી જાય. તેનાથી ઉલ્ટું તે 61440 રૂપિયાની આસપાસ જઈ શકે છે. તેની ઉપર આગામી સ્તર 62500 રૂપિયા અને 63650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હોઈ શકે છે.
NPPA એ ડાયાબિટિસ, હાઈ બીપી સહિત 23 દવાઓની રિટેલ કિંમત નક્કી કરી, જાણો શું છે ભાવ?
કેનેડા જઈને કઈ રીતે ફસાયા ભારતીય વિદ્યાર્થીઓ? જાણો કોણે અને કઈ રીતે કર્યું આ ફ્રોડ
આ કારે Wagonr, Swift નો ઘમંડ તોડ્યો, મે મહિનામાં લોકોએ ખરીદવા માટે કરી પડાપડી
બીજી બાજુ અન્ય એક વિશ્લેષકના જણાવ્યાં મુજબ વ્યાજદરની આશામાં આ નવો ફેરફાર સોના માટે ઊપર ઉઠવામાં મુશ્કેલ બની રહ્યો છે. કારણ કે આ અમેરિકી ડોલરનું સમર્થન કરે છે. જે ત્રણ મહિનાના ઉચ્ચ સ્તર પર કારોબાર કરી રહ્યો છે. તેમણે કહ્યું કે જો ગોલ્ડ પોતાના નિયર ટર્મ સપોર્ટને તોડે તો તે 59200-58400 રૂપિયા સુધી તૂટી શકે છે.
અત્રે જણાવવાનું કે IBJA મુજબ શુક્રવારે સોનાનો ભાવ 59960 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર બંધ થયો હતો. આ કિંમતની ગણતરી ટેક્સ વગર જોડવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube