NPPA એ ડાયાબિટિસ, હાઈ બીપી સહિત 23 દવાઓની રિટેલ કિંમત નક્કી કરી, જાણો શું છે ભાવ?

National Pharmaceutical Pricing Authority (NPPA) એ શુક્રવારે કહ્યું કે તેમણે 23 દવાઓની રિટેલ કિંમત નિર્ધારિત કરી છે. જેમાં ડાયાબિટિસ અને હાઈ બ્લડ પ્રેશરની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ પણ સામેલ છે.

NPPA એ ડાયાબિટિસ, હાઈ બીપી સહિત 23 દવાઓની રિટેલ કિંમત નક્કી કરી, જાણો શું છે ભાવ?

National Pharmaceutical Pricing Authority (NPPA) એ શુક્રવારે કહ્યું કે તેમણે 23 દવાઓની રિટેલ કિંમત નિર્ધારિત કરી છે. જેમાં ડાયાબિટિસ અને હાઈ બ્લડ પ્રેશરની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ પણ સામેલ છે.  NPPA એ આ કિંમતો 26મી મે 2023ના રોજ થયેલી 113મી બેઠકમાં લેવાયેલા એક નિર્ણયના આધારે ઔષધિ (મૂલ્ય નિયંત્રણ) આદેશ 2013 હેઠળ નિર્ધારિત કરી છે. 

દવાઓની આ છે કિંમતો?

નોટિફિકેશન મુજબ NPPA એ ડાયાબિટિસની દવા ગ્લિક્લાઝાઈડ ઈઆર અને મેટફાર્મિન હાઈડ્રોક્લોરાઈડની એક ગોળીની કિમત 10.03 રૂપિયા નક્કી કરી છે. 

એ જ રીતે ટેલ્મિસાર્ટન, ક્લોથાલિડોન અને સિલ્નીડિપિનની એક ગોળીની રિટેલ કિંમત 13.17 રૂપિયા નક્કી કરાઈ છે. 

દર્દનિવારક દવા ટ્રિપ્સિન, બ્રોમિલેન, રુટોસાઈડ, ટ્રાઈહાઈડ્રેટ અને ડાઈક્લોફેનેક સોડિયમની એક ગોળીની રિટેલ કિંમત 20.51 રૂપિયા નક્કી કરી છે. 

NPPA એ કહ્યું કે તેણે ઔષધિ (મૂલ્ય નિયંત્રણ) આદેશ 2013 હેઠળ 15 શિડ્યૂલ દવાઓની મહત્તમ કિંમતોમાં પણ સંશોધન  કર્યું છે અને બે શિડ્યૂલ દવાઓની એમઆરપી નક્કી કરી છે. આ ઉપરાંત એક શિડ્યૂલ દવાના મહત્તમ મૂલ્યમાં પણ સંશોધન કરીને તેને નિર્ધારિત કરાઈ છે. 

NPPA પાસે શું છે અધિકાર
ઉલ્લેખનીય છે કે NPPA ને દેશમાં નિયંત્રિત જથ્થાબંધ દવાઓની કિંમતોમાં સંશોધન કરીને કે  તેમને નિર્ધારિત કરવા, તેમને લાગૂ કરવા અને તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો અધિકાર છે. આ નિયંત્રણ મુક્ત દવાઓની કિંમત યોગ્ય સ્તર પર જાળવી રાખવા માટે તેમની નિગરાણી પણ કરે છે. 

દવા નિયામક ઔષધિ (મૂલ્ય નિયંત્રણ) આદેશની જોગવાઓને લાગૂ કરે છે. તેને ઉત્પાદકો દ્વારા ગ્રાહકોથી નિયંત્રિત દવાઓની લેવાયેલી વધુ કિંમતોને વસૂલવાનું કામ પણ સોંપાયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news