બાળકો માટે પાન કાર્ડ બનાવવાનું છે, ચાલો જાણીએ તેની જરૂર ક્યારે પડે છે અને એપ્લાય કરવાની પ્રોસેસ શું છે?
PAN Card for Minors: જો તમે તમારા બાળકના નામે રોકાણ કરવા માંગો છો અથવા તેને નોમિની બનાવવા માંગો છો, તો તેના માટે પણ પાન કાર્ડની જરૂર પડી શકે છે.
PAN Card for Minors: પાન કાર્ડ આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક બની ગયું છે. જો તમે તમારા બાળકના નામે રોકાણ કરવા માંગો છો અથવા તેને નોમિની બનાવવા માંગો છો, તો તેના માટે પણ પાન કાર્ડની જરૂર પડી શકે છે. આ સિવાય, ITR ફાઈલિંગ નિયમો અનુસાર, ભારતમાં ITR ફાઈલ કરવાની કોઈ મર્યાદા નથી. જો કોઈ સગીર દર મહિને 15,000 રૂપિયાથી વધુ કમાય છે, તો તે ITR પણ ફાઈલ કરી શકે છે.
ITR ફાઈલ કરવા માટે PAN કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે. આ જ કારણ છે કે આવકવેરા વિભાગ દ્વારા પાન કાર્ડ મેળવવા માટે કોઈ ચોક્કસ ઉંમર નક્કી કરવામાં આવી નથી. આનો સીધો અર્થ એ છે કે સગીર પણ પાન કાર્ડ માટે અરજી કરી શકે છે.
આ પણ વાંચો: સસ્તામાં સોનું મળતું હોય તો 2 વાર ખરીદતાં વિચારજો, આ રીતે થાય છે નકલી સોનાનું વેચાણ
આ પણ વાંચો: આ લોકોએ ભૂલથી પણ સંતરા ન ખાવા, ફાયદાની જગ્યાએ કરાવશે મોટુ નુકસાન
આ પણ વાંચો: સાચવજો! દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી, નકલી હશે તો મૂકાઈ જશો મુશ્કેલી
પાન કાર્ડ બનાવવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે. સગીરો માટે પાન કાર્ડ બનાવવા માટે સરકાર તરફથી બે વિકલ્પો ઉપલબ્ધ છે. તમે તેના માટે ઓફલાઈન તેમજ ઓનલાઈન અરજી કરી શકો છો. ચાલો જાણીએ બંને પ્રક્રિયાઓ વિશે...
બાળકો માટે PAN બનાવવાની ઓનલાઈન રીત
1. સૌ પ્રથમ ટેક્સ ઈન્ફોર્મેશન નેટવર્કની વેબસાઈટ www.tin-nsdl.com પર જાઓ. આ પછી 'Online PAN Application' પર ક્લિક કરો.
2. તમારા રહેઠાણની સ્થિતિ અનુસાર, ફોર્મ 49 અથવા ફોર્મ 49A પસંદ કરો.
3. આ પછી, આપેલ સૂચનાઓને અનુસરીને, અરજદારની શ્રેણી પસંદ કરીને આગળ વધો.
4. સિલેક્ટ ઓપ્શન પર ક્લિક કરીને જરૂરી વિગતો ભરો.
5. હવે તમને કેટલાક દસ્તાવેજો અપલોડ કરવા માટેની સૂચનાઓ મળશે. બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. ફી પણ ઓનલાઈન ભરો.
6. 'સબમિટ' પર ક્લિક કરો. આ પછી તમને સ્ક્રીન પર એક રેફરન્સ નંબર મળશે. તેની નોંધ કરો. આ નંબર પાછળથી તમને તમારી પાન કાર્ડ એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરવીમાં મદદ કરશે.
7. બધી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી, તમારું PAN કાર્ડ થોડા દિવસમાં તમારા સરનામા પર મોકલવામાં આવશે.
આ પણ વાંચો: બાળકોની સુરક્ષા માટે હવે નવા નિયમો, આ ભૂલો કરી તો સસ્પેન્ડ થઈ જશે લાયસન્સ
આ પણ વાંચો: એક એવું ગીત જેને સાંભળીને 200 લોકોએ કરી હતી આત્મહત્યા, 63 વર્ષ માટે કર્યું બેન
આ પણ વાંચો: જાણો મહિલા નાગા સાધુઓના આ 6 રહસ્ય, જાણીને રહી જશો દંગ
આ દસ્તાવેજોની જરૂર પડશે
બાળકના માતાપિતાના સરનામા અને ઓળખના પુરાવાની જરૂર પડશે.
અરજદારના સરનામા અને ઓળખનો પુરાવો.
એડ્રેસ પ્રૂફ માટે આધાર કાર્ડ, પોસ્ટ ઓફિસ પાસબુક, પ્રોપર્ટી રજીસ્ટ્રેશન દસ્તાવેજો અથવા અસલ રહેઠાણ પ્રમાણપત્રની નકલ સબમિટ કરવાની રહેશે.
આ પણ વાંચો: Video: બ્રાલેસ બની જીન્સનું ટોપ બનાવી પહેર્યું : બોલી મારો નગ્ન નાચ ચાલુ રહેશે
આ પણ વાંચો: જો આ 10 ભૂલો કરી તો ગમે ત્યારે બ્લાસ્ટ થઈ શકે છે તમારો ફોન, બચવા માટે કરો આ કામ
આ પણ વાંચો: 2 વર્ષ સુધી પત્ની સાથે શરીર સુખ ના માણી શક્યો, સરકાર પર માંડ્યો Rs 10,000 cr નો દાવો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube