નવી દિલ્હી: ઘણા લોકો સેકન્ડ હેન્ડ ગાડીઓ ખરીદે-વેચે છે. તમને જણાવી દઇએ કે જ્યાં સુધી તમે ગાડીની ઓનરશિપ તમારા નામે ટ્રાંસફર કરી લેતા નથી ત્યાં સુધી તમે તે વાહનના માલિક નથી કહેવાતા. તમે જૂનું વાહન ખરીદો અથવા વેચો તો તમારા માટે વાહનનું રજિસ્ટ્રેશન ટ્રાંસફર કરવું ખૂબ જરૂરી છે. RC Transfer કરાવવામાં ખૂબ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણીવાર આરટીઓ ઓફિસના ધક્કા ખાવા પડે છે. આજે અમે તમને તેની પુરી પ્રોસેસ જણાવી રહ્યા છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

14 દિવસની અંદર આરસી ટ્રાંસફર કરાવવી જરૂરી
કોઇપણ ગાડીને વેચવાના 14 દિવાની અંદર તેની આરસી ટ્રાંસફર કરાવવી જરૂરી હોય છે. તેના માટે તમારે તમારા આરટીઓમાં એપ્લાય કરવું પડશે. જેમાં કેટલાક કાગળોની જરૂર પડે છે. આ કાગળોમાં આરસીની ઓરિજનલ કોપી હોવી જરૂરી છે. આ ઉપરાંત તમારે ફોર્મ 29 ભરવું પડશે, જેમાં ખરીદનારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને ખરીદનારની સહી હોવી જરૂરી છે. આ ફોર્મ આરટીઓની વેબસાઇટ પર સરળતાથી મળી જાય છે જેને તમે ડાઉનલોડ કરી આરટીઓમાં જમા કરાવી શકો છો. ત્યારબાદ 30 દિવસની અંદર આરસી ટ્રાંસફર થઇને નવા સરનામા પર મોકલી દેવામાં આવે છે. પરંતુ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વાહન ટ્રાંસફર કરાવવાની સ્થિતિમાં ફોર્મ 28 નો ઉપયોગ કરવામાં આવે છે જેમાં 30 દિવસથી વધુનો સમય લાગી શકે છે. 

'તારક મહેતા'માં થશે દયાબેનની વાપસી? જેઠાલાલે વાતમાં કહી દીધું સાચું


આ રીતે કરો ઓફલાઇન ટ્રાંસફર
1. તમારે પહેલા મિનિસ્ટ્રી ઓફ ટ્રાન્સપોર્ટ હાઈવેની ઓફિશિયલ વેબસાઈટ https://parivahan.gov.in/parivahan/ પર જવું પડશે.
2. આ વેબસાઈટ પર જઇને તમારે તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ વગેરે દાખલ કરીને તમારું એકાઉન્ટ બનાવવું પડશે.
3. એકાઉન્ટ બની ગયા પછી તમારે ઓનલાઈન સર્વિસ પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમારે Vehicle Related service વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
4. હવે તમારી સામે એક એપ્લિકેશન ફોર્મ ખુલશે, જ્યાં તમને તમારા વાહનનો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને તમારા મોબાઇલ નંબર પર OTP મળશે.
5. OTP દાખલ કર્યા બાદ તમારી સામે એક નવું પેજ ખુલશે. અહીં તમારે ટ્રાન્સફર ઓફ ઓનરશિપ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. તે પછી સબમિટ બટન પર ક્લિક કરો.
6. સબમિટ કર્યા પછી તમારી સામે ફોર્મ આવશે, અહીં તમારે વાહન અને નોંધણી વિશે માહિતી આપવાની રહેશે.
7. હવે તમારે ફોર્મ સબમિટ કરવાનું રહેશે. આ પછી તમે તમારી ઈચ્છા મુજબ આરટીઓ ઓફિસમાંથી એપોઈન્ટમેન્ટની તારીખ લઈ શકો છો.


આરટીઓ ઓફિસ જઇને તમને જણાવવામાં આવેલી બધી પ્રોસેસ કરો. અહીં તમારા બધા ડોક્યૂમેન્ટ અને પ્રોસેસિંગ ફી આપવી પડશે. ત્યારબાદ તમને તારીખ જણાવવામાં આવશે. તે દિવસે જઇને તમે તમારું સ્ટેટસ ચેક કરી શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube