નવી દિલ્હી: મોઘવારીનો વધુ એક કમરતોડ ફટકો આજે લોકોને આપવામાં આવ્યો છે. જોકે આ ફટકો સમગ્ર દેશના લોકો માટે નથી. દિલ્હી-એનસીઆરમાં CNGની કિંમતમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો થયો છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) એ આજે ​​(રવિવાર) સવારથી દિલ્હી-NCRમાં કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 2નો વધારો કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે વાહનના ઈંધણ પર મોંઘવારીની અસરને કારણે ડ્રાઈવિંગ કરવું પણ મોંઘુ થઈ રહ્યું છે. દેશના ઘણા શહેરોમાં કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં વધારો થયો છે. દિલ્હી-એનસીઆરમાં CNG ગેસના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો થયો છે. વધેલી કિંમતો આજ (રવિવાર) એટલે કે 15મી મે 2022ના રોજ સવારે 6 વાગ્યાથી અમલમાં આવી છે. 


Andrew Symonds Death: દુ:ખદ સમાચાર: ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં મોત, ચાહકો શોકમાં ડૂબ્યા


હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં CNGની કિંમત 73.61 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે એક મહિના બાદ CNGની કિંમતોમાં વધારો થયો છે. આ પહેલા 14 એપ્રિલે CNGની કિંમતમાં 2.5 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરવામાં આવ્યો હતો.


દિલ્હીમાં CNGની કિંમત 2 રૂપિયા પ્રતિ કિલો વધીને 73.61 રૂપિયા થઈ ગઈ છે. નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદની વાત કરીએ તો અહીં CNG ગેસની છૂટક કિંમત 76.17 રૂપિયા પ્રતિ કિલો છે. જ્યારે, મુઝફ્ફરનગર, મેરઠ અને શામલીમાં CNG ગેસની કિંમત 80.84 રૂપિયા પ્રતિ કિલો છે.


Buffalo shooting: અમેરિકામાં મોટી દુર્ઘટના, ન્યૂયોર્ક સુપરમાર્કેટમાં અંધાધૂંધ ગોળીબાર, 10ના મોત, 3 ઘાયલ


ઉલ્લેખનીય છે કે, જ્યારે, ભારતીય તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ ભાવ પણ અપડેટ કર્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટ વચ્ચે રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત સ્થિર છે. ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 110 ડોલરની નજીક પહોંચ્યા બાદ પણ ભારતીય ઓઈલ કંપનીઓએ આજે ​​15 મેના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. 


જણાવી દઈએ કે 7 એપ્રિલથી રાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. માનવામાં આવી રહ્યું છે કે ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારાને કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી વધી શકે છે.