નવી દિલ્હીઃ આજે રૂપિયામાં એક વર્ષનો સૌથી મોટો ઉછાળો નોંધાયો જેની અસર થઈ કે સોનું સસ્તું થઈ ગયું અને ચાંદીની કિંમતમાં સામાન્ય તેજી આવી છે. આજે દિલ્હી સોની બજારમાં સોનાની કિંમતમાં 66 રૂપિયાનો ઘટાડો થયો અને ચાંદીની કિંમતમાં 4 રૂપિયાનો વધારો થયો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં આજે સોનાનો ભાવ 51469 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. તો ચાંદીનો ભાવ 55550 રૂપિયા પ્રતિ કિલો રહ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ડિયન બુલિયન જ્લેવર્સ સેસોસિએશનની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી પ્રમાણે આજે 24 કેરેટ ગોલ્ડનો ભાવ 5119 રૂપિયા પ્રતિ ગ્રામ છે. 22 કેરેટ ગોલ્ડનો ભાવ 4996 રૂપિયા પ્રતિ ગ્રામ, 20 કેરેટ ગોલ્ડનો ભાવ 4556 રૂપિયા પ્રતિ ગ્રામ, 18 કેરેટ ગોલ્ડનો ભાવ 4146 રૂપિયા પ્રતિ ગ્રામ અને 14 કેરેટ ગોલ્ડનો ભાવ 3302 રૂપિયા પ્રતિ ગ્રામ રહ્યો. 


રૂપિયામાં આવેલી મજબૂતીથી સોનું સસ્તું થયું
HDFC સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ તપન પટેલે કહ્યુ કે રૂપિયામાં આવેલી મજબૂતીને કારણે આજે 24 કેરેટ સોનાના ભાવમાં ઉછાળ આવ્યો છે. આજે સેન્સેક્સમાં આશરે 1600 પોઈન્ટની તેજી જોવા મળી. તે અનુરૂપ રૂપિયામાં 51 પૈસાનો ઉછાળ આવ્યો અને તે ડોલરના મુકાબલે 79.45ના સ્તર પર બંધ થયો હતો. 


આ પણ વાંચોઃ કમાણીની શાનદાર તક, આગામી સપ્તાહે ખુલી રહ્યો છે આ 100 વર્ષ જૂની બેન્કનો IPO  


હજુ સોના-ચાંદી પર દબાવ બન્યો રહેશે
મેહતા ઇક્વિટિઝના ઉપ પ્રમુખ, કોમોડિટી, રાહુલ કાલંતરીએ કહ્યુ કે હજુ સોના અને ચાંદીની કિંમત પર દબાવ બનેલો રહેશે. અમેરિકામાં જ્યાં સુધી વ્યાજદરમાં વધારો જારી રહેશે, બુલિયન્સની કિંમત પર દબાવની સ્થિતિ રહેશે. ડોમેસ્ટિક માર્કેટમાં સોના માટે 50850–51040 રૂપિયાના સ્તર પર મજબૂત સપોર્ટ છે, જ્યારે ચાંદી માટે 53850-53440 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર મજબૂત સપોર્ટ છે. 


આ પણ વાંચોઃ TATA Group ના આ 3 રૂપિયાના શેરે આપ્યું છપ્પરફાડ રિટર્ન, એક લાખ બન્યા 169 કરોડ


MCX પર શું છે સોના ચાંદીનો ભાવ?
ડોમેસ્ટિક માર્કેટમાં MCX પર ઓક્ટોબરની ડિલિવરીવાળું સોનું 360 રૂપિયાના ઘટાડા સાથે 50890 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર ટ્રેડ કરી રહ્યું હતું. ડિસેમ્બરની ડિલિવરીવાળું સોનું 372 રૂપિયાના ઘટાડા સાથે 51161 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર ટ્રેડ કરી રહ્યું હતું. ચાંદીમાં 429 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 53900 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર ટ્રેડ કરી રહી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube