કમાણીની શાનદાર તક, આગામી સપ્તાહે ખુલી રહ્યો છે આ 100 વર્ષ જૂની બેન્કનો IPO

Tamilnad Mercantile Bank નો આઈપીઓ આગામી સપ્તાહે ઓપન થઈ રહ્યો છે. આ આઈપીઓ દ્વારા બેન્કે 800 કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય રાખ્યું છે. નોંધનીય છે કે  Tamilnad Mercantile Bank ની સ્થાપના 1921માં થઈ હતી. 

કમાણીની શાનદાર તક, આગામી સપ્તાહે ખુલી રહ્યો છે આ 100 વર્ષ જૂની બેન્કનો IPO

નવી દિલ્હીઃ જો તમે ડ્રીમફોક્સના આઈપીઓ પર દાવ લગાવવાથી ચુકી ગયા છો તો તમારે પરેશાન થવાની જરૂર નથી. આગામી સપ્તાહે તમને રોકાણની વધુ એક તક મળવાની છે. Tamilnad Mercantile Bank નો આઈપીઓ આવતા સપ્તાહે ઓપન થઈ રહ્યો છે. આ આઈપીઓ દ્વારા કંપનીએ 800 કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય રાખ્યું છે. નોંધનીય છે કે Tamilnad Mercantile Bank ની સ્થાપના 1921માં થઈ હતી.

શું છે પ્રાઇઝ બેન્ડ
Tamilnad Mercantile Bank નો આઈપીઓ 5 સપ્ટેમ્બરે ખુલશે. આ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 7 સપ્ટેમ્બર સુધી ઓપન રહેશે. કંપનીએ 28 શેરનો એક લોટ નક્કી કર્યો છે. આ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 500 રૂપિયાથી 525 રૂપિયા વચ્ચે રહેશે. કંપની માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ, એગ્રીકલ્ચર અને રિટેલ કસ્ટમરને બેન્કિંગ સેવાઓ આપી છે. નોંધનીય છે કે આઈપીઓના 10 ટકા રિટેલ રોકાણકારો માટે રિઝર્વ રહેશે. 

બેન્કની કરન્ટ અને સેવિંગ ડિપોઝિટ 30 ટકા આસપાસ છે. કંપનીના નેટ પ્રોફિટમાં પણ વધારો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2020-22 દરમિયાન બેન્કનો CAGR 41.99% રહ્યો છે. નાણાકીય વર્ષ 2022 દરમિયાન બેન્કનો નેટ પ્રોફિટ 820 કરોડ રૂપિયા હતો. 31 માર્ચ 2022ના આંકડા અનુસાર બેન્કની પાસે કુલ 509 બ્રાન્ચ હતા. જેની 106 શાખાઓ શહેરોમાં, 247 સેમી અર્બન વિસ્તારમાં, 80 અર્બન અને 76 મેટ્રો શહેરોમાં છે. બેન્કની સૌથી મજબૂત સ્થિતિ તમિલનાડુમાં છે. જ્યાં બેન્કની પાસે 369 બ્રાન્ચ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news