Gold-Silver Price 26 February 2024: નવા અઠવાડિયાના પહેલા જ દિવસે એટલે કે આજે સોમવારે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. શુક્રવારે સાંજે જ્યારે બજાર બંધ થયું હતું ત્યારે સોનાના ભાવ સામાન્ય ઘટાડા સાથે બંધ થયા હતા. પરંતુ આજે સોનામાં ઉછાળો નોંધાયો છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો  ચાંદી ઉછાળા સાથે બંધ થઈ હતી અને આજે પણ ચાંદીમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. ચેક કરો લેટેસ્ટ રેટ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેની સ્ટોકથી છપ્પરફાડ કમાણી કરનારા રોકાણકારો સાવધાન...ચૂકવવો પડી શકે છે 80% ટેક્સ


શરાફા બજારમાં સોના-ચાંદીના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 236 રૂપિયા ચડીને 62244 રૂપિયાના સ્તરે પહોંચ્યુ છે. શુક્રવારે સાંજે જ્યારે બજાર બંધ થયું હતું ત્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 62008 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું હાલ 217 રૂપિયા ઉછળીને 57016 રૂપિયાના સ્તરે છે. ચાંદી શુક્રવારે સાંજે (23 ફેબ્રુઆરી 2024) 69653 રૂપિયા પ્રતિ કિલોએ બંધ થઈ હતી. આજે 86 રૂપિયાના સામાન્ય વધારા સાથે હાલ 69739 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે છે. 


27 ફેબ્રુઆરીએ ઓપન થશે આ IPO, ગ્રે માર્કેટમાં મચાવે છે ધમાલ, ભાવ 71 રૂપિયા


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube