Penny Stock થી 'છપ્પરફાડ કમાણી' કરનારા રોકાણકારો સાવધાન...ચૂકવવો પડી શકે છે 80% ટેક્સ

આવકવેરા વિભાગને જાણકારી મળેલી છે કે કેટલાક લોકો આ પ્રકારે થતી આવકને લોંગ ટર્મ કેપિટલ ગેઈન દેખાડીને આવકવેરા વિભાગને ચૂનો ચોપડી રહ્યા છે. એટલું જ નહીં કેટલાક લોકો તેના દ્વારા શોર્ટ લોસ દેખાડીને પણ ટેક્સમાંથી બચી રહ્યા છે. 

Penny Stock થી 'છપ્પરફાડ કમાણી' કરનારા રોકાણકારો સાવધાન...ચૂકવવો પડી શકે છે 80% ટેક્સ

Pennystock Scam: જો તમે પણ કોઈ પેની સ્ટોકમાં પૈસા રોક્યા છે તો આ ખબર તમને ચોંકાવી શકે છે. જી હા...આ પ્રકારના સસ્તા શેરમાં રોકાણ કરીે ઓછા સમયમાં વધુ પૈસા કમાનારા રોકાણકારો આવકવેરાના નિશાન પર છે. આવા રોકાણકારો પાસેથી વિભાગ કમાઈના આધારે ભારે ભરખમ ટેક્સ માંગી રહ્યું છે. જો તમે કે તમારા કોઈ સગા વ્હાલા, જાણીતાએ આ  રીતે પૈસા કમાયા હોય તો આવનારા સમયમાં મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. આવા રોકાણકારોએ દંડ સાથે ભારે ટેક્સ ચૂકવવો પડી શકે છે. આ પ્રકારના સ્ટોકમાંથી થયેલી કમાણીને આવકવેરા વિભાગ અઘોષિત આવક માને છે. 

80% સુધી ટેક્સ ભરવા તૈયાર રહો!
અઘોષિત આવક એટલે એવી આવક કહેવાય જેના વિશે કમાણી કરનારા તરફથી કોઈ જાણકારી આપવામાં આવતી નથી અને આવા પૈસા પર 60 ટકા ટેક્સ લગાવવામાં આવે છે. આ ઉપરાંત તેના પર 25 ટકા સરચાર્જ, દંડ અને સેસ જોડીને તે 80 ટકા કરતા પણ વધુ હોઈ શકે છે. એટલે જો તમે 100 રૂપિયા કમાણી કરી હોય તો તમારી આવક ઘટીને 20 રૂપિયા રહી શકે છે. આમ છતાં તમને કોઈ  પરેશાનીનો સામનો નહીં કરવો પડે તેની કોઈ ગેરંટી નથી. પરંતુ જો રોકાણકાર એ સાબિત કરી દે કે તે અસલ રોકાણકાર છે તો તેને તેમાંથી રાહત મળી શકે છે. 

શું કરવું પડે રાહત માટે?
80 ટકા સુધી ટેક્સમાંથી રાહત મેળવવા માટે તમે આવકવેરા ટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલ (ITAT) માં કે હાઈકોર્ટમાં અપીલ કરી શકો છો. ટેક્સ એક્સપર્ટનું કહેવું છે કે આ સ્થિતિમાં તમારી પાસે પૂરેપૂરા દસ્તાવેજો હોવા જરૂરી છે. આવકવેરા વિભાગના અધિકારી પેની સ્ટોક સ્કેમ પ્રત્યે ખુબ સતર્ક છે. આ પ્રકારના કૌભાંડથી કેટલાક લોકો કાળું નાણું ભેગું કરી રહ્યા છે અને આવકવેરા ટેક્સનો ફાયદો ઉઠાવી રહ્યા છે. તેના દ્વારા લોંગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) કે શોર્ટ ટર્મ કેપિટલ લોસ કે બિઝનેસ લોસ થવાનો દાવો કરવામાં આવે છે. શોર્ટ ટર્મ કેપિટલ લોસમાં નુકસાન દેખાડીને આવકને એડજસ્ટ કરવાથી ટેક્સ લાયેબિલિટી ઓછી થઈ જાય છે. 

કેવી રીતે થઈ રહ્યો છે ખેલ
જ્યારે પણ કોઈ પેની સ્ટોક સ્કેમ પકડાય છે ત્યારે આવકવેરા વિભાગના અધિકારી તપાસ રિપોર્ટના આધારે આવા શેરોથી થતી આવકને લોંગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) નહીં પરંતુ અઘોષિત આવક માને છે. આવકવેરા વિભાગના નિયમો મુજબ આવક પર વધુ ટેક્સ ભરવો પડે છે. પરંતુ તેનું નુકસાન એવા રોકાણકારોને થાય છે જેમણે આ શેરોમાં રોકાણ કરીને અસલ કમાણી કરી હોય છે. નિયમો મુજબ એક વર્ષથી વધુ સમય સુધી કોઈ શેરમાં રોકાણ કરવામાં આવે તો લિસ્ટેડ શેરથી થતા ફાયદાને લોંગ ટર્મ કેપિટલ ગેઈન માનવામાં આવે છે અને તેના પર 10 ટકા ટેક્સ આપવો પડે છે. 

1 એપ્રિલ 2018થી એક લાખ રૂપિયાથી વધુ લોંગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) પર 10 ટકા ટેક્સ આપવાનો નિયમ છે. આ રીતે જોઈએ  તો 80 ટકાથી ઘણું ઓછું છે. ટેક્સ સંલગ્ન જાણકારોનું કહેવું છે કે દરેક રોકાણકારને આવકવેરા વિભાગ તરફથી ખોટો રોકાણકાર માની શકાય નહીં. માર્કેટમાં હજારો-લાખો રોકાણકારો એવા હોય છે જે અફવાઓ અને ટિપ્સના આધારે શેરોની ખરીદી કે વેચાણ કરે છે. એટલે જરૂરી નથી કે કોઈ રોકાણકારને કોઈ પેની સ્ટોકથી મોટો ફાયદો  થયો હોય અને તે ફાયદો અસલી ન હોય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news