Today In History: 1992માં આજના દિવસે ડો. સુભાષ ચંદ્રાએ લોન્ચ કરી હતી દેશની પ્રથમ પ્રાઈવેટ સેટેલાઈટ ચેનલ `ZEE TV`
વર્ષ 1992માં એસેલ ગ્રુપના ચેરમેન ડો. સુભાષ ચંદ્રાએ આજના દિવસે (October 2) દેશની પહેલવહેલી ખાનગી સેટેલાઈટ ટીવી ચેનલ `ZEE TV` લોન્ચ કરી હતી.
નવી દિલ્હી: દેશના ઈતિહાસમાં આજની તારીખ અનેક રીતે ખુબ ખાસ છે. વર્ષ 1992માં એસેલ ગ્રુપના ચેરમેન ડો. સુભાષ ચંદ્રા (Dr Subhash Chandra) એ આજના દિવસે (October 2) દેશની પહેલવહેલી ખાનગી સેટેલાઈટ ટીવી ચેનલ 'ZEE TV' લોન્ચ કરી હતી. તેઓ ઝી એન્ટરટેઈન્મેન્ટ એન્ટરપ્રાઈઝીસ લિમિટેડ (Zee Entertainment Enterprises Limited) ના ફાઉન્ડર છે. જેની સ્થાપના 15 ડિસેમ્બર 1991ના રોજ થઈ હતી. તેની સ્થાપનાના થોડી દિવસો બાદ આ ચેનલનું લોન્ચિંગ થયું હતું.
ZEE ની 29મી એનીવર્સરી પર કંપનીના હાલના CEO પુનિત ગોયંકાએ કહ્યું કે, મારા માટે આ ભાવનાત્મક પળ છે કારણ કે આજે સંસ્થાને ગૌરવપૂર્ણ રીતે 29 વર્ષ પૂરા કર્યા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube