હેપી બર્થ-ડે મુકેશ અંબાણી, એક મિનિટમાં કરે છે સરેરાશ ભારતીયની વરસની આવક કરતા વધારે કમાણી
તેમનો જન્મ 19 એપ્રિલ, 1957ના રોજ ગુજરાતી પરિવાર એવા ચોરવાડના ધીરુભાઈ અંબાણી અને કોકિલાબહેન અંબાણીના પરિવારમાં એડન ખાતે થયો હતો
મુંબઈ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના સર્વેસર્વા મુકેશ અંબાણીનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 19 એપ્રિલ, 1957ના રોજ ગુજરાતી પરિવાર એવા ચોરવાડના ધીરુભાઈ અંબાણી અને કોકિલાબહેન અંબાણીના પરિવારમાં એડન ખાતે થયો હતો. તેમણે કેમિકલ એન્જિનિયરીંગમાં બેચલર કર્યું હતું. ગ્રેજ્યુએશન પછી તેઓ એમબીએ કરવા સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ગયા પણ ત્યાંથી ટ્રોપઆઉટ થઈને તેમણે 1981માં રિલાયન્સમાં કામ કરવાનું પસંદ હતું. આઇજે તેઓ કંપનીના ચેરમેન અને એમડી છે. મુકેશ અંબાણીના પરિવારમાં પત્ની નીતા અંબાણી અને બાળકો આકાશ, અનંત અને ઈશા અંબાણીનો સમાવેશ થાય છે. હાલમાં જ તેમના દીકરા આકાશની સગાઈ શ્લોકા મહેતા સાથે કરવામાં આવી છે.
લંડનમાં બેઠાંબેઠાં પીએમ મોદીએ પાકિસ્તાનને કડક ભાષામાં આપી દીધી ચેતવણી, કહ્યું કે...
મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક બિઝનેસમેન ગણાય છે. તેમની આવકન વાત કરીએ તો તાજેતરમાં જ હુરુન ગ્લોબલ તરફથી લિસ્ટ જાહેર કરાયું હતું, તે મુજબ મુકેશ અંબાણી 45 બિલિયન ડોલર(અંદાજે 2.92 લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ સાથે આ લિસ્ટમાં સૌથી ધનિક વ્યક્તિ દર્શાવ્યા છે. તેમજ મુકેશ અંબાણી દર મિનિટે 2.35 લાખ રૂપિયા કમાય છે. આ આવક એક સરેરાશ ભારતીયની વર્ષની કમાણીથી વધુ છે.
મુકેશ અંબાણીનું ઘર ‘એન્ટીલિયા’ની ગણતરી દુનિયાના સૌથી મોંઘા ઘરોમાં થાય છે. આ બંગલો મુંબઈના ઓફ પેડર રોડ પર અલ્ટામાઉન્ડ રોડ પર આવેલો છે. આ ઘરને બનાવવા પાછળ 11,000 કરોડનો ખર્ચ થયો હતો. તેમાં એક બોલરૂમ છે, છત ક્રિસ્ટલથી સજાવેલી છે. મુકેશ અંબાણીના ઘરમાં સિનેમા થિયેટર છે. આશરે 600 લોકોનો સ્ટાફ દિવસરાત આ ઘરની સફાઈ કરે છે. ‘એન્ટીલિયા’ ઘરના છ માળ પર માત્ર પાર્કિગ અને ગેરેજ છે. છ ફલોર માત્ર કાર માટે આરક્ષિત છે. આશરે 168 કાર ઉભી રાખી શકાય છે.