નવી દિલ્હી : શેર બજારમાં સોમવારે તેજીનો તરખાટ જોવા મળતાં રોકાણકારો માટે સારી આશા સેવાઇ રહી છે. આજે રોકાણકારોને મોટો ફાયદો થવાની પણ આશા જોવાઇ રહી છે. ફાયદા કરાવી જનાર શેરની વાત કરીએ તો આમાં ત્રણ મજબૂત શેર પીએનબી, એસબીઆઇ અને બેંક ઓફ બરોડા કહી શકાય એમ છે. આમાં શોટ કવરિંગનું પણ પ્રેશર છે. આ સંજોગોમાં બેંકો પાસે પૈસા આવે તો એ એનબીએફસી અને રીયલ એસ્ટેટમાં જશે. જેથી ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાયનાન્સ આજે મજબૂત શેર માનવામાં આવે છે. આ માટે 525 ટારગેટ છે અને સ્ટોપ લોસ 475 છે. ફાયદો લેવા માટે 66 રૂપિયાનો ટારગેટ રાખો અને સ્ટોપ લોસ માટે 53 રૂપિયા રાખો એવું બજારના એક્સપર્ટનું કહેવું છે. 


સિમેન્ટ કંપનીઓને પણ ફાયદો થઇ શકે એમ છે. બિરલા ગ્રુપની કંપની ઓરિએન્ટ સિમેન્ટને પણ ફાયદો મળી શકે એમ છે. બની શકે છે કે રિઅલ એસ્ટેટ માટે સરકાર આગામી સમયમાં મોટી જાહેરાત પણ કરી શકે એમ છે. જૈન ઇરિગેશન લિક્વિડીટી પડકાર સામે કંપની ઝઝુમી રહી છે. પરંતુ દિશામાં પણ કામ થઇ રહ્યું છે. આ શેર માટે 22નું લક્ષ્ય રાખો અને સ્ટોપ લોસ માટે 18.5 ટારગેટ રાખો. વેદાન્તા, હિંડાલ્કો, જેએસડબલ્ય, સ્ટીલ અને હિંડાલકોને આજે બજારની ધારણા મુજબ મોખરે ગણી શકાય એમ છે. 


વેપાર જગતના લેટેસ્ટ ન્યૂઝ જાણો એક ક્લિક પર