Electric Cars: ઇલેક્ટ્રિક કાર્સે ધીમે ધીમે ભારતીય બજારમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. તેમને ખૂબ લોકપ્રિયતા મળી રહી છે. જોકે તેના અલગ અલગ કારણો હોઇ શકે છે. વેચાર્ટ ચાર્જમાં દર મહિને વધારો યથાવત છે. ટાટા મોટર્સ ભારતમાં ઇલેક્ટ્રિક પેસેન્જર વ્હીકલ સેગમેંટમાં હાવી છે. ટાટા મોટર્સની ઇલેક્ટ્રિક કાર બજાર સેગમેંટમાં સૌથી વધુ 80 ટકાની ભાગીદારી છે. ચાલો તમને જણાવીએ સપ્ટેમ્બર 2022 માં સૌથી વધુ વેચાણ ઇલેક્ટ્રિક કારો વિશે જણાવીએ, જેમાં એક ચાઇનીઝ કંપનીની ગાડી પણ સામેલ છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Tata Nexon EV
Tata Nexon EV ગત મહિને સૌથી વધુ વેચાનાર ઇલેક્ટ્રિક કાર રહી, તેના 2,847 યુનિટનું વેચાણ થયું, આ બે વર્જન-પ્રાઇમ અને મેક્સમાં આવે છે, જેની કિંમત 14.99 લાખ રૂપિયાથી માંડીને 20.04 લાખ રૂપિયા એક્સ શોરૂમ સુધી છે. 

આ પણ વાંચો:   ગીઝરનું હવે થઇ જશે બાય-બાય, પળવારમાં પાણી ઉકાળી દેશે આ સસ્તું હીટર


Tata Tigor EV
Tata Motors એ સપ્ટેમ્બર 2022 માં Tigor EV ના 808 યૂનિટ વેચાયા છે. આ ઇલેક્ટ્રિક સેડાનમાં 26 kWh લિથિયમ-આયન બેટરી પેક આવે છે. Tata Tigor EV ની ભારતમાં હાલ કિંમત 12.24 લાખ રૂપિયા, એક્સ-શોરૂમથી શરૂ છે. 


MG ZS EV
એમજી મોટર ઇન્ડીયાએ આ વર્ષની શરૂઆતમાં જેડએસ ઇવીને અપડેટ કર્યું હતું. સપ્ટેમ્બર 2022 માં આ ઇલેક્ટ્રિક એસયૂવીની 412 યુનિટ વેચાયા છે. MG ZS EV ની હાલની કિંમત 22.58 લાખ રૂપિયા એક્સ શોરૂમથી શરૂ છે. 

આ પણ વાંચો:   આ કાંદામાં નપુંસકતાને દૂર કરવાની કમાલની તાકાત, 21 દિવસ ખાઇ જુઓ પછી જુઓ જાદૂ


Hyundai Kona Electric
દક્ષિણ કોરિયાઇ કાર નિર્માતાએ ગત મહિને ભારતમાં Kona Electric ની 121 યૂનિટ વેચાયા છે. તેમાં 39.2 kWh લિથિયમ-આયન બેટરી પેક મળે છે. Hyundai Kona Electric ની હાલની કિંમત 23.84 લાખ રૂપિયા એક્સ-શોરૂમ શરૂ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube