Business Loan From Government: અનેકવાર લોકો કમાણી માટે પોતાનો જ બિઝનેસ શરૂ કરવા માંગતા હોય છે પરંતુ પૈસાની કમીના કારણે લોકો પોતાનો બિઝનેસ સેટ કરી શકતા નથી કે પછી બિઝનેસનો ગ્રોથ કરી શકતા નથી. બિઝનેસ ચલાવવા માટે ફંડની જરૂર પડતી હોય છે. અનેકવાર લોકોને પૈસા ભેગા કરવામાં ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો કે બિઝનેસ માટે પૈસા ભેગા કરવા સરકારની મદદ પણ લઈ શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિઝનેસ લોન
સરકાર તરફથી લોકોના ફાયદા માટે અનેક પ્રકારની યોજના ચાલે છે. આ સ્કીમ દ્વારા દેશની જનતાને ખુબ રાહત પણ મળે છે. આ બધા વચ્ચે સરકાર તરફથી બિઝનેસ કરનારા લોકો માટે કેટલીક સ્કીમ ચાલે છે. જેમાં બિઝનેસ માટે લોન ઉપલબ્ધ કરાવવાની સ્કીમ પણ છે. જેમ આપણને જીવતા રહેવા માટે યોગ્ય પ્રમાણમાં ભોજન અને પોષણ જરૂરી છે તેમ જ વેપાર ચલાવવા માટે પણ કેશ ફ્લો જરૂર પડે છે. 


ફંડ ખુબ જરૂરી
એક સ્ટાર્ટ અપ હોય કે પછી સેટ થયેલો ધંધો, કે પછી નાનો વેપાર, ફંડ એ એક એવું ઈંધણ છે કે જે વિકાસને ગતિ આપે છે. પૂરતા પ્રમાણમાં નિયમિત કેશ ફ્લો વગર તમે વેપારને આ સ્પર્ધાની દુનિયામાં આગળ વધારવો એ લગભગ અશક્ય છે. જો કે આજે અનેક બેંક બિઝનેસ લોન આપી રહ્યા છે. 


સરકારે ભર્યા પગલાં
ભારત સરકારે પણ છેલ્લા કેટલાક વર્ષોમાં સ્ટાર્ટ અપ્સ અને એટલે સુધી કે હાલના વ્યવસાયોને પોતાનું કામકાજ ચાલુ રાખવા માટે નાણાકીય સહાયતા આપવા પ્રભાવી પગલાં ભર્યા છે. અહીં અમે કેટલાક ટોચના સરકારી બિઝનેસ લોન યોજના વિશે જણાવીશું  જે તમને વેપાર આગળ વધારવામાં મદદ કરી શકે છે. 


આ છે બિઝનેસ લોન સંબંધિત સરકારી યોજનાઓ


- 59 મિનિટમાં એમએસએમઈ ઋણ યોજના
- પ્રધાનમંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય)
- રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમ
- ક્રેડિટ-લિંક્ડ કેપિટલ સબસિડી યોજના
- સિડબી લોન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube