મુંબઈ: શેર બજાર (share market) માં ટ્રેડિંગ કરનારા માટે આજનો દિવસ ધબકારા વધારી નાખનારો સાબિત થઈ રહ્યો છે. દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત સ્ટોક એક્સચેન્જમાં સામેલ નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE માં આજે મોટી ટેક્નિકલ ખામી આવી ગઈ. જેના કારણે સવારથી જ ઈન્ડેક્સ અપડેટ થઈ રહ્યા નથી. જેના કારણે પહેલા તો 11.40 વાગે NSE એ ફ્યુટર એન્ડ ઓપ્શનમાં ટ્રેડિંગ બંધ કરી દીધુ. ત્યારબાદ 11.43 વાગે કેશ માર્કેટ પણ બંધ કરી દેવાયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક્સપર્ટનું કહેવું છે કે આ ટેક્નિકલ  ખામીથી ટ્રેડર્સને મોટું નુકસાન થવાનું અનુમાન છે. કારણ કે સ્ટોક્સ તો અપડેટ થઈ રહ્યા છે પરંતુ ઈન્ડેક્સમાં કોઈ અપડેટ જોવા મળી રહ્યું નથી. જે એક અલગ જ સમસ્યા છે. જે NSE માં અગાઉ ક્યારેય જોવા મળી નથી. ટ્રેડર્સ પરેશાન છે કે તેમના ટ્રેક અટકી ગયા છે તો હવે તેઓ શું કરે. 


Corona Latest Update: મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસથી હડકંપ, લેવાયો મોટો નિર્ણય 


NSE તરફથી કહેવાયું છે કે નવો સમય જલદી બતાવવામાં આવશે. માર્કેટ એક્સપર્ટની માગણી છે કે શરૂઆતના 2 કલાક બજારના ખરાબ થઈ ગયા છે આવામાં NSE ને ટ્રેડિંગનો સમય આગળ વધારવો જોઈએ. એક્સપર્ટનું કહેવું છે કે જ્યાં સુધી NSE માં ટ્રેડિંગ શરૂ ન થાય ત્યાં સુધી BSE નો ઉપયોગ કરે. 


NSE નું માનવું છે કે નેટવર્કમાં મુશ્કેલીના કારણે કામ બંધ કરવું પડ્યું છે. ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સે નેટવર્કમાં મુશ્કેલીની જાણકારી આપી છે. જલદી ઠીક કરી દેવાશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube