Corona Latest Update: મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસથી હડકંપ, લેવાયો મોટો નિર્ણય
Trending Photos
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra) માં કોરોના વાયરસ (Corona Virus) ના વધતા કેસ જોતા હવે મુંબઈ પોલીસ (Mumbai Police) માં પણ વર્ક ફ્રોમ હોમની શરૂઆત થઈ રહી છે. મહારાષ્ટ્ર પોલીસના DGP તરફથી આ અંગે આદેશ બહાર પાડવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે છેલ્લા 10 દિવસથી મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે અને લગભગ 47 હજાર નવા કેસ સામે આવ્યા છે.
પોલીસ માટે આ પ્રકારે લાગુ થશે વર્ક ફ્રોમ હોમ
આદેશ મુજબ ક્લાસ એ અને બીના અધિકારીઓની 100 ટકા હાજરી જરૂરી છે. ત્યારબાદ પોલીસ કાર્યાલયમાં કામ કરનારા ક અને ડ ગ્રુપ એટલે કી સી અને બી વર્ગના કર્મચારીઓની હાજરી 50 ટકા કરવામાં આવી છે જેમાં 25 ટકા સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી બોલાવવામાં આવ્યા છે અને બાકીના 25 ટકા સવારના 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી બોલાવવામાં આવ્યા છે. કોને કામ પર બોલાવવાના છે તેનો નિર્ણય પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ અધિકારી લેશે. બાકીના બચેલા કર્મચારી વર્ક ફ્રોમ હોમ કરશે અને ફોન પર ઉપસ્થિત રહેશે. જેમને જરૂર પડ્યે બોલાવી શકાય.
મહારાષ્ટ્રમાં મળ્યા કોરોનાના બે નવા વેરિએન્ટ
કોરોના (Corona Virus) ના 2 નવા વેરિએન્ટ પકડમાં આવ્યા છે. કેન્દ્ર સરકારે Indian Sars-Cov-2 Genomics Consortium નામથી કમિટી બનાવી હતી. આ કમિટીએ ભારતમાં 3500 સેમ્પલ જોયા. જેમાંથી પહેલા યુકે વેરિએન્ટના 187 કેસ જોવા મળ્યા. બીજો સાઉથ આફ્રિકા વેરિએન્ટ 6 લોકોમાં જોવા મળ્યો. ત્રીજો બ્રાઝિલવાળો સ્ટ્રેન વેરિએન્ટ 1 વ્યક્તિમાં જોવા મળ્યો. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં ચોથા અને પાંચમા બે નવા વેરિએન્ટ મળ્યાની પુષ્ટિ થઈ છે. આ જ રીતે અત્યાર સુધીમાં કુલ 5 વેરિએન્ટ પકડમાં આવ્યા છે.
પાંચ રાજ્ય સરકારોએ લગાવ્યો પ્રતિબંધ
કોવિડ-19ના વધતા કેસ જોતા મહારાષ્ટ્ર (Maharashtra) સહિત પાંચ રાજ્ય સરકારોએ નવા પ્રતિબંધ લગવ્યા છે. આ રાજ્યોમાં બહારથી આવનારા લોકોના બોર્ડર અને એરપોર્ટ પર કોરોના ટેસ્ટ કરવામાં આવશે. કોરોના વાયરસના વધતા કેસ જોતા યુપી, એમપી અને ગુજરાતે 'હાઈ રિસ્ક' સ્ટેટ મહારાષ્ટ્રથી આવતા લોકોના સ્ક્રિનિંગના નિર્દેશ આપ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસમાં ખુબ ઉછાળો જોવા મળ્યો છે.
India reports 13,742 new #COVID19 cases, 14,037 discharges, and 104 deaths in the last 24 hours, as per Union Health Ministry
Total cases: 1,10,30,176
Total discharges: 1,07,26,702
Death toll: 1,56,567
Active cases: 1,46,907
Total Vaccination: 1,21,65,598 pic.twitter.com/tAWbwzrJya
— ANI (@ANI) February 24, 2021
મહારાષ્ટ્રમાં આ શહેરોમાં લોકડાઉન
મહારાષ્ટ્રમાં અનેક શહેરોમાં કોરોના વાયરસના કેસોમાં આવેલા ઉછાળા બાદ યવતમાલ, અમરાવતી, અને અચલપુરમાં લોકડાઉનની જાહેરાત થઈ છે. અમરાવતી અને અચલપુરમાં સંપૂર્ણ લોકડાઉન લાગ્યું છે. જે 1 માર્ચ સવારે 8 વાગ્યા સુધી લાગુ રહેશે. યવતમાલ, અકોલા અને અકોટમાં 1 માર્ચ સવાર 6 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. જો કે આ જિલ્લાઓમાં ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. પુના અને નાસિકમાં રાતે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. પુનામાં 28 ફેબ્રુઆરી સુધી શાળા કોલેજો બંધ રખાઈ છે. આ ઉપરાંત નાગપુરમાં શાળા કોલેજ અને ટ્યૂશન સેન્ટર 7 માર્ચ સુધી બંધ કરાયા છે. માર્કેટ ફક્ત શનિવાર અને રવિવારે ખુલશે.
કોરોના લેટેસ્ટ અપડેટ, નવા 13,742 કેસ
દેશમાં કોરોનાની સ્થિતિ જોવા જઈએ તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 13,742 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 1,10,30,176 પર પહોંચી ગયો છે જેમાંથી 1,07,26,702 લોકો ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 1,46,907 લોકો હજુ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં 104 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. કુલ મૃત્યુઆંક 1,56,567 પર પહોંચી ગયો છે. દેશમાં રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 1,21,65,598 લોકોને રસી અપાઈ ચૂકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે