નવી દિલ્હી: વાહન ચલાવતી વખતે જો કોઇ ચાલક હેન્ડફ્રી કોમ્યૂનિકેશન ફીચરનો ઉપયોગ કરી પોતાના ફોન પર વાત કરે છે તો દંડનીય ગુનો ગણવામાં આવતો નથી. તેના માટે વાહન ચાલકને કોઇ દંડ ભરવો પડશે નહી. આ જાણકારી રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના મંત્રીએ લોકસભામાં આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભામાં ગુરૂવારે હિબી ઇડને પ્રશ્ન પૂછ્યો હતો કે શું મોટર વાહન (સંશોધન) અધિનિયમ 2019 ની કલમ 184 (ગ) માં મોટર વાહનમાં હેન્ડફ્રી કોમ્યુનિકેશન ફીચરના ઉપયોગ માટે કોઇ દંડની જોગવાઇ છે.

Sabarkantha: ગજબનો ગુસ્સો કહેવું પડે, સમસ્યાનું સમાધન ન થતાં શો રૂમ આગળ જ એક્ટિવાને સળગાવી દીધી


આ પ્રશ્નના જવાબમાં કેંદ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે મોટર યાન (સંશોધન) અધિનિયમ 2019 ની કલમ 184 (ગ) માં મોટર ચલાવતી વખતે હેન્ડ હેલ્ડ કોમ્યુનિકેશન ઉપકરણોનો ઉપયોગ કરવા માટે દંડની જોગવાઇ છે. તેમણે કહ્યું કે વાહનમાં હેન્ડ ફ્રી કોમ્યુનિકેશન ઉપકરણોના ઉપયોગ પર કોઇ દંડની જોગવાઇ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube