ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાની બીજી લહેરમાં રાહત મળતા ટ્રેન વ્યવહાર ફરીથી શરૂ થયો છે. તેથી પશ્ચિમ રેલવે પણ બંધ કરેલી ટ્રેનો ફરીથી શરૂ કરી રહી છે. ત્યારે અમદાવાદ મંડળની કેટલીક સ્પેશિયલ ટ્રેનો (special train) ના સમયમાં આંશિક ફેરફાર કર્યો છે. પશ્ચિમ રેલ્વેએ અમદાવાદ મંડળની કેટલીક સ્પેશિયલ ટ્રેનો (train schedule) ના પરિચાલન સમયમાં આંશિક ફેરફાર કર્યા છે. જે નીચે મુજબ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1.    ટ્રેન નંબર 02833 અમદાવાદ - હાવડા સ્પેશિયલ તારીખ 21 જુલાઇ 2021 થી અમદાવાદ સ્ટેશનથી 00.15  વાગ્યેના બદલે 00.25 વાગ્યે ચાલીને, મણિનગર 00.25 વાગ્યેના સ્થાને 00.35 વાગ્યે, નડિયાદ 00.56 વાગ્યેના સ્થાને 01.22 વાગ્યે, આણંદ 01.13 વાગ્યેના સ્થાને 01.22 વાગ્યે, વડોદરા 02.02 વાગ્યેના સ્થાને 02.04 વાગ્યે પહોંચીને હાવડા માટે પ્રસ્થાન કરશે.


2.    ટ્રેન નંબર 09483 અમદાવાદ - બરૌની સ્પેશિયલ તારીખ 21 જુલાઇ 2021 થી અમદાવાદ સ્ટેશનથી 00.25 વાગ્યેના બદલે 00.35 વાગ્યે ચાલીને આણંદ 01.25 વાગ્યેના સ્થાને 01.31 વાગ્યે પહોંચીને બરૌની માટે પ્રસ્થાન કરશે.


3.    ટ્રેન નંબર 04822 સાબરમતી - જોધપુર સ્પેશિયલ મહેસાણા સ્ટેશન પર તારીખ 21 જુલાઈ 2021 થી 08.33 વાગ્યાના બદલે 08.33 વાગ્યે પહોંચશે અને જોધપુર જવા રવાના થશે.


4.    ટ્રેન નંબર 04820 સાબરમતી - ભગત કી કોઠી સ્પેશિયલ  તારીખ 21 જુલાઈ 2021 થી મહેસાણા સ્ટેશન પર 08.53 વાગ્યાના બદલે 09.02 વાગ્યે તથા પાટણ સ્ટેશન પર 09.28 વાગ્યાના બદલે 09.35 વાગ્યે પહોંચીને ભગત કી કોઠી માટે પ્રસ્થાન કરશે.


5.    ટ્રેન નંબર 01090 પુણે - ભગત કી કોઠી સ્પેશિયલ તારીખ 25 જુલાઇ, 2021 થી મહેસાણા સ્ટેશન પર 09.12 વાગ્યા બદલે 09.18 વાગ્યે પહોંચીને ભગત કી કોઠી માટે પ્રસ્થાન કરશે.