નવી દિલ્હી: કોરોના વાયરસના કારણે આખા દેશમાં 31 માર્ચ સુધીમાં પેસેન્જર ટ્રેન સેવાઓ સંપૂર્ણ રીતે રદ કરવામાં આવી છે. રેલવેના જણાવ્યાં મુજબ લાંબા અંતરની તમામ એક્સપ્રેસ ટ્રેનો અને ઈન્ટરસિટી ટ્રેનનું પરિચાલન 31 માર્ચના રોજ રાતે 12 વાગ્યા સુધી બંધ રહેશે. રેલવેએ જણાવ્યું કે રદ કરાયેલી ટ્રેનોની સૂચીમાં કોલકાતા મેટ્રો, કોંકણ રેલવે, પરા વિસ્તારોની ટ્રેનો પણ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીએ કેમ આજે થાળી-તાળી વગાડવાનું કહ્યું? ખાસ જાણો કારણ અને લાભ


રેલવે બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવાયો કે જે ટ્રેનો 22 તારીખથી 4 કલાક પહેલા દોડવાની શરૂ થઈ હતી તે પોતાના ગંતવ્ય સ્થાન સુધીની મુસાફરી પૂરી કરશે, ત્યારબાદ તેમને 31 માર્ચ સુધી બંધ કરવામાં આવશે. 


માલગાડીઓની અવરજવર ચાલુ રહેશે
રેલવેએ કહ્યું કે દેશભરમાં આવશ્યક વસ્તુઓના સપ્લાયને ચાલુ રાખવા માટે માલગાડીઓ ચાલતી રહેશે. તેમની સેવાઓ રોકવામાં આવશે નહીં. આ નિર્ણય એટલા માટે લેવાયો છે કારણ કે કોરોના વાયરસના સંક્રમણના પ્રસારને રોકી શકાય. 


ગભરાવવાની જરૂર નથી, કોરોનાને જડબાતોડ જવાબ આપવા માટે છે જનતા કર્ફ્યૂ


અત્રે જણાવવાનું કે દેશભરમાં કોરોના વાયરસના કારણે 324 લોકોને ચેપ લાગ્યો છે. જ્યારે 6 લોકોના મોત થયા છે જેમાંથી 2 મોત મહારાષ્ટ્રમાં થયા છે. 22 માર્ચના રોજ એટલે કે આ જે આ વાયરસના કારણે મુંબઈ અને પટણામાં એક એક દર્દીનું મોત થયું. 


આ બાજુ પંજાબમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ ફાટી  નીકળ્યો છે. જેને કારણે થોડા દિવસ માટે રાજ્યના અનેક જિલ્લાઓને સંપૂર્ણ રીતે લોકડાઉ કરાયા છે. અધિકારીઓએ તેની જાણકારી આજે આપી. જલંધર, પટિયાલા, હોશિયારપુર, કપૂરથલા, ભટિંડા, અને નવાંશહેર જિલ્લા તેમા સામેલ છે. અહીંથી સૌથી વધુ સંક્રમણના મામલા સામે આવ્યાં છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube