ગભરાવવાની જરૂર નથી, કોરોનાને જડબાતોડ જવાબ આપવા માટે છે જનતા કર્ફ્યૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને અપીલ કરી છે કે તેઓ આજે જનતા કર્ફ્યૂનું સંપૂર્ણપણે પાલન કરે. સ્વતંત્ર ભારતમાં કદાચ પહેલીવાર આવી સ્થિતિ બની છે. ભલે કેટલાક લોકોને એમ લાગતુ હોય કે તેમના પર જનતા  કર્ફ્યૂ થોપવામાં આવ્યો છે પરંતુ હકીકત એ છે કે તે આપણી ભલાઈ માટે છે. પીએમ મોદીએ પોતે કહ્યું છે કે અત્યારનો સમય ગભરાવવાનો નથી. પરંતુ સતર્કતા વર્તવાનો છે અને એક નાનકડી કોશિશ મોટી અસર બતાવી શકે છે. જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ કોરોના વાયરસ ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 327 કેસ સામે આવ્યાં છે અને 4 લોકોના મોત થયા છે. આવામાં જનતા કર્ફ્યૂથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સરકારનો સાથ આપવો જોઈએ જેથી કરીને કોરોના વાયરસને હરાવી શકાય. 

ગભરાવવાની જરૂર નથી, કોરોનાને જડબાતોડ જવાબ આપવા માટે છે જનતા કર્ફ્યૂ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને અપીલ કરી છે કે તેઓ આજે જનતા કર્ફ્યૂનું સંપૂર્ણપણે પાલન કરે. સ્વતંત્ર ભારતમાં કદાચ પહેલીવાર આવી સ્થિતિ બની છે. ભલે કેટલાક લોકોને એમ લાગતુ હોય કે તેમના પર જનતા  કર્ફ્યૂ થોપવામાં આવ્યો છે પરંતુ હકીકત એ છે કે તે આપણી ભલાઈ માટે છે. પીએમ મોદીએ પોતે કહ્યું છે કે અત્યારનો સમય ગભરાવવાનો નથી. પરંતુ સતર્કતા વર્તવાનો છે અને એક નાનકડી કોશિશ મોટી અસર બતાવી શકે છે. જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ કોરોના વાયરસ ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 327 કેસ સામે આવ્યાં છે અને 4 લોકોના મોત થયા છે. આવામાં જનતા કર્ફ્યૂથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સરકારનો સાથ આપવો જોઈએ જેથી કરીને કોરોના વાયરસને હરાવી શકાય. 

જનતા કર્ફ્યૂથી શું ફાયદો થશે તે સમજો
સૌથી પહેલા તો એ સમજવું જરૂરી છે કે જનતા કર્ફ્યૂ સરકાર જાણી જોઈને લગાવવાનો આગ્રહ કરતી નથી. આ એટલા માટે  કરાઈ રહ્યું છે જેથી કરીને સોશિયલ ડિસ્ટન્સિંગ કરી શકાય. આમ કરવાથી કોરોના વાયરસને ફેલાતો અટકાવી શકાય છે. આજે આખો દિવસ તમારે ઘરમાં રહેવાનું છે. આ જનતા કર્ફ્યૂ સવારે 7 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી રહેશે. જનતા કર્ફ્યૂ આપણા ભલા માટે જ લગાવવામાં આવ્યો છે. નહીં તો ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસને રોકવાનું મુશ્કેલ બની જશે અને ભારતમાં પણ ચીન અને ઈટાલી જેવા હાલાત પેદા થઈ શકે છે. 

શું બંધ અને શું ખુલ્લું
દિલ્હી મેટ્રો, રેલવેની અનેક ટ્રેનો, દિલ્હીના મોટાભાગના બજારો, કર્નોટ પ્લેસ, ખાન માર્કેટ જેવા મોટા માર્કેટ, મેટ્રો ફીડર સેવા, ગ્રામીણ સેવા, અને પેટ્રોલ પંપ સર્વિસ સ્ટેશન, ટુરિસ્ટ ટેક્સી વગેરે જનતા કર્ફ્યૂમાં બંધ છે. બીજી બાજુ ડેરી, દૂધની અન્ય દુકાનો, કરિયાણાના સામાનની દુકાનો, કેમિસ્ટની દુકાન, પેટ્રોલ પંપ, સીએનજી સ્ટેશન, હોસ્પિટલ, નર્સિંગ હોમ, પોલીસ સર્વિસ, ફાયર બ્રિગેડ જેવી જરૂરિયાતની સેવાઓ ખુલ્લી રહેશે. આ ઉપરાંત ડીટીસી અને કલસ્ટર બસો દોડશે પરંતુ માત્ર 50 ટકા. ઓટો અને ટેક્સી પણ મર્યાદિત રીતે દોડશે. જો કે ઉબરની પુલ સેવા નહીં મળે. 

શું કરો અને શું નહીં
જનતા કર્ફ્યૂ દરમિયાન સૌથી મહત્વની વાત એ ધ્યાનમાં રાખવાની છે કે તમે ઘરમાં જ રહો અને બહાર જરાય ન નીકળો. એટલે સુધી કે તમારી સોસાયટીમાં પણ ન ઘૂમો, પાર્કમાં પણ ન ફરો. મોદી સરકારે જનતા કર્ફ્યૂનો આગ્રહ એટલા માટે કર્યો છે જેથી કરીને લોકો એકબીજાને ન મળે. લોકો મળશે નહીં તો વાયરસનું સંક્રમણ પણ વધશે નહીં. 

પીએમ મોદીએ દેશવાસીઓને એવો પણ આગ્રહ કર્યો છે કે તેઓ સાંજે 5 વાગે પોતાની બારી કે દરવાજાઓ કે ગેલેરીમાં ઊભા રહીને ડોક્ટરો, પોલીસકર્મીઓ, મીડિયાકર્મીઓ, સફાઈકર્મીઓ, હોમ ડિલિવરી કરનારા માટે 5 મિનિટ સુધી આભાર વ્યક્ત કરે. આ માટે તાળી પાડી શકો છો, થાળી વગાડી શકો છો કે ઘંટી વગાડી શકો છો. તેમણે રાજ્ય સરકારોને પણ આગ્રહ કર્યો છે કે સાંજે 5 વાગે સાયરન વગાડે જેથી કરીને લોકોને પણ તેની સૂચના આપી શકાય. 

જુઓ LIVE TV

ડરો નહીં ક્યારે બહાર નીકળી શકો તે જાણો
જનતા કર્ફ્યૂથી અનેક લોકો ડરી રહ્યાં છે પરંતુ પોલીસે સ્પષ્ટપણે કહ્યું છે કે ડરવાની જરૂર નથી. દિલ્હી પોલીસના જણાવ્યાં મુજબ જો કોઈ જનતા કર્ફ્યૂના દિવસે બહાર ફરતી જોવા મળી તો કોઈ એક્શન લેવાશે નહીં. પરંતુ હા પોલીસ લોકોને અપીલ જરૂર કરશે કે તેઓ ઘરમાં રહે અને બહાર ન નીકળે. અત્રે જણાવવાનું કે સોશિયલ મીડિયા પર અફવા ચાલી રહી છે કે જો આજે કોઈ ઘરની બહાર ઘૂમતી જોવા મળશે કે દુકાન ખોલી તો દિલ્હી પોલીસ તેના પર 11000 રૂપિયા દંડ લગાવશે. જો કે પોલીસે તેને અફવા ગણાવી છે. 

ક્યારે બહાર નીકળી શકો
આમ તો કોશિશ કરો કે ઘરમાંથી બહાર ન નીકળો. પરંતુ જો કોઈ મેડિકલ ઈમરજન્સી આવે તો તમે ઘરમાંથી બહાર નીકળી શકો છો. હોસ્પિટલ જનારાઓને રોકાશે નહીં. આ સાથે જ આસપાસની દૂધ બ્રેડની દુકાન ઉપર પણ  તમે જઈ શકો છો. કારણ કે તે જરૂરિયાતની ચીજો છે. તેના માટે તમને રોકાશે નહીં. પોલીસકર્મીઓ, મીડિયાકર્મીઓ, ડોક્ટરો અને સફાઈકર્મીઓ ઘરની બહાર નીકળી શકે છે. કારણ કે તેમના કામ જરૂરી છે. પીએમ મોદીએ પોતે કહ્યું છે કે આ લોકોએ નીકળવું જરૂરી છે. કારણ કે તેમના પર મોટી જવાબદારી હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news