Indian Railway Ticket Booking Rules: નવા મહિનાની શરૂઆતની સાથે નિયમો પણ બદલાયા છે. 1 નવેમ્બરની ટ્રેન ટિકિટ રિઝર્વેશનના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. ટિકિટ બુકિંગના નિયમોમાં 1 નવેમ્બરથી ફેરફાર કરવામાં આવ્યા છે. ભારતીય રેલ્વેએ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કર્યો છે. આજથી તમે IRCTC થી ઓનલાઈન ટિકિટ બુક કરો કે પ્લેટફોર્મ પર જઈને ટિકિટ વિન્ડોથી બુક કરો, તમને નવા નિયમો હેઠળ જ ટિકિટનું બુકિંગ મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજથી બદલાયો ટ્રેન બુકિંગનો નિયમ
આજે એટલે કે 1 નવેમ્બર 2024થી રેલવે ટિકીટની એડવાન્સ બુકિંગનો નિયમ બદલી નાંખવામાં આવ્યો છે. હવે તમે 120 દિવસ નહીં પરંતુ 60 દિવસ પહેલા ટિકીટોનું બુકિંગ કરી શકશો. રેલવેએ મુસાફરીના 120 દિવસ પહેલા ટિકિટ બુકિંગ શરૂ કરવાનો નિયમ ખતમ કરીને તેને 60 દિવસ કરી દીધો છે. રેલવેના જણાવ્યા અનુસાર એડવાન્સ ટ્રેન ટિકિટ બુકિંગ માટેના નવા નિયમોની પહેલાથી બુક થયેલી ટિકિટ કે મુસાફરોની મુસાફરી પર કોઈ અસર નહીં થાય.


નવા નિયમથી ફાયદો કોને થશે?
એડવાન્સ ટિકિટ બુકિંગની સમય મર્યાદા 120થી ઘટાડીને 60 દિવસ કરવાનો લાભ રેલવે મુસાફરોને મળશે. લોકોને કન્ફર્મ ટિકિટ મેળવવામાં સરળતા રહેશે. જ્યારે ટિકિટ કેન્સલ કરાવવાની સંખ્યામાં પણ ઘટાડો થશે. જો ટિકિટ 120 દિવસ પહેલા બુક કરાવવામાં આવે તો વેઇટિંગ વિન્ડો લાંબી થઈ જાય છે. જ્યારે 120 દિવસ અગાઉ બુક કરેલી ટિકિટ પર મુસાફરી કરી શકતા ન હોવાને કારણે લોકો છેલ્લી ઘડીએ તેમની ટિકિટો કેન્સલ કરાવતા હતા. જ્યારે 120 દિવસ પહેલા બુકિંગ વિન્ડો ખુલી ત્યારે માત્ર 11 ટકા લોકોએ જ ટિકિટ બુક કરાવી હતી. સૌથી વધુ લોકોએ 45 દિવસ અગાઉ ટિકિટ બુક કરાવી હતી. તમને જણાવી દઈએ કે તમે IRCTC વેબસાઇટ, એપ અને રેલવે બુકિંગ કાઉન્ટર પરથી ટિકિટ બુક કરાવી શકો છો. દરરોજ 12.38 લાખ ટિકિટ માત્ર IRCTC દ્વારા બુક કરવામાં આવે છે.


 ટિકિટ રદ કરવાનો નિયમ
વર્ષ 2015માં રેલવેએ એડવાન્સ રિઝર્વેશનનો સમયગાળો 60 દિવસથી વધારીને 120 દિવસ કર્યો હતો. નવા નિયમને કારણે કેન્સલેશનથી IRCTCની કમાણી ઘટશે. જોકે, વિદેશી પ્રવાસીઓ માટે 365 દિવસની એડવાન્સ ટિકિટ બુકિંગની સમયમર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ટિકિટ કેન્સલ કરવાના નિયમો પણ પહેલા જેવા જ છે. આવી સ્થિતિમાં જો તમે આગામી દિવસોમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો ચોક્કસ નવા નિયમો વિશે જાણો.