• ગુજરાતની રેલવે સેવાને પણ મોટી અસર થઈ છે. રેલવે દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. આગામી આદેશ સુધી મોટી સંખ્યામાં ટ્રેનો કેન્સલ કરવામાં આવી


હાર્દિક દિક્ષીત/વડોદરા :દેશભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. કોરોના સંક્રમણને પગલે લોકડાઉનની શક્યતા પ્રબળ બની ગઈ છે. અનેક રાજ્યો લોકડાઉન લગાવી રહ્યાં છે. આવામાં રેલ સેવા પર ફરી અસર થવાની છે. મુસાફરોને ટ્રેન કેન્સલ થવાની જે બીક છે તે હવે દેખાઈ રહી છે. ત્યારે ગુજરાતની રેલવે સેવાને પણ મોટી અસર થઈ છે. રેલવે દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. આગામી આદેશ સુધી મોટી સંખ્યામાં ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે. મુસાફરોની સંખ્યા ઓછી હોવાને કારણે આ નિર્ણય લેવાયો છે. સાથે જ આગામી આદેશ ન આવે ત્યાં સુધી આ ટ્રેનો રદ કરવામાં આવી છે. 19 અને 20 એપ્રિલથી ટ્રેનો બંધ કરવામા આવનાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : સ્મશાનોની ભઠ્ઠી પીગળી, પણ રાજકારણીઓનાં હૃદય કેમ નથી પીગળતા? 


19 એપ્રિલથી કેન્સલ કરાયેલી ટ્રેનોની વિગત


  • 09007 સુરત - ભુસાવલ સ્પેશિયલ

  • 59 2959 વડોદરા - જામનગર સુપરફાસ્ટ સ્પેશિયલ

  • 60 2960 જામનગર - વડોદરા સુપરફાસ્ટ સ્પેશિયલ

  • 09258 વેરાવળ - અમદાવાદ સ્પેશિયલ

  • 09323 આંબેડકર નગર - ભોપાલ સ્પેશિયલ

  • 09340 ભોપાલ - દાહોદ સ્પેશિયલ


આ પણ વાંચો : કોરોના સામે ગુજરાત ‘વેન્ટીલેટર’ પર, 7 દિવસમાં રિકવરી રેટ 7 ટકા ઘટ્યો


20 એપ્રિલથી આગળના આદેશ સુધી રદ કરેલી ટ્રેનો


  • 09257 અમદાવાદ - વેરાવળ સ્પેશિયલ

  • 09008 ભુસાવલ - સુરત સ્પેશિયલ

  • 09077 નંદુરબાર - ભુસાવલ સ્પેશિયલ

  • 09078 ભુસાવલ - નંદુરબાર સ્પેશિયલ

  • 09339 દાહોદ - ભોપાલ સ્પેશિયલ

  • 09324 ભોપાલ - આંબેડકર નગર સ્પેશિયલ


આ પણ વાંચો : વોટ માંગવા મોરવા હડફની ગલીઓમાં ફરનારા ભાજપના ઉમેદવાર નિમિષાબેન થયા કોરોના સંક્રમિત


મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર સહિત દેશભરમાં વધી રહેલા કોવિડના કેસોને પગલે ભારતીય રેલવેએ આ નિર્ણય કર્યો છે. સાથે જ નિયમોના પાલન કરવામાં પણ ભારતીય રેલવે સતર્ક બન્યું છે. માસ્ક ન લગાવનાર મુસાફરો પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. તો સાથે જ પ્લેટફોર્મ પર થૂંકનારા લોકોને પણ દંડ કરવામાં આવી રહ્યો છે.