• અમદાવાદ મુંબઈ વચ્ચેનો રુટ એવો છે જ્યાં મોટી સંખ્યામાં મુસાફરોનું આવનજાવન હોય છે. મુસાફરોનો સમય એક કલાક જેટલો બચી જશે.

  • ટ્રેક પર પશુ ન પહોંચે તે માટે ટ્રેકની બંને બાજુ બાઉન્ડરી વોલ અથવા ફેન્સિંગ કરવામાં આવશે. 


અમિત રાજપૂત/અમદાવાદ :નવા વર્ષ પર રેલવે (indian railway) મા મુસાફરી કરનારા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. રાજધાની એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ અને સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસની ઝડપ વધારવાનો નિર્ણય કરાયો છે. ટ્રેનોની સ્પીડ  ટ્રેનોની સ્પીડ પ્રતિ કલાક 80-110થી વધારીને 130થી 160 કિમી કરાશે. રેલવેના આ નિર્ણયથી મુસાફરોનો એક કલાક બચશે. સાથે જ કેટલાક અન્ય મહત્વના નિર્ણયો પણ લેવાયા છે. જેમ કે, અમદાવાદ-મુંબઈ માર્ગના 100 રેલવે ક્રોસિંગ બંધ કરીને બ્રિજ બનાવવામાં આવશે. તો રેલવે સિગ્નલ સિસ્ટમને અપગ્રેડ કરી ઓટોમેટિક સિગ્નલ સિસ્ટમ લગાવાશે. 2024 સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરવાનો રેલવેનું લક્ષ્યાંક છે. 


આ પણ વાંચો : નસીબના ખેલ જુઓ, નવા વર્ષે જ પરિવારે બાળકને ત્યજી દીધું, રાજકોટમાં 4 મહિનાનું બાળક મળ્યું


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુસાફરોનો સમય ઘટશે
અમદાવાદ મુંબઈ વચ્ચેનો રુટ એવો છે જ્યાં મોટી સંખ્યામાં મુસાફરોનું આવનજાવન હોય છે. આવામાં હવે મુસાફરોનો સમય એક કલાક જેટલો બચી જશે. જેથી તેઓ સમય અન્ય જગ્યા પર ફાળવી શકશે. પ્રથમ તબક્કામાં અમદાવાદ - મુંબઈ ઉપરાંત મુંબઈ-દિલ્હી અને દિલ્હી - કોલકાતા રૂટ પર દોડતી ટ્રેનોની સ્પીડ વધારી 130થી 160 કિલોમીટરની કરાશે. લોકડાઉન દરમિયાન ટ્રેનની સ્પીડ વધારવા નિર્ણય કરાયો હતો. જેમાં શતાબ્દી એક્સપ્રેસ, રાજધાની એક્સપ્રેસ, સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ જેવી ટ્રેનોની ઝડપ વધારવામાં આવશે.


આ પણ વાંચો : સુરત ભાજપના ઉપપ્રમુખ પીવીએસ શર્માએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, હાલત ગંભીર


રેલવેના અન્ય નિર્ણયો 
- રેલવે દ્વારા પશુઓની સલામતી માટે મોટો નિર્ણય લેવાયો છે. જે મુજબ ટ્રેક પર પશુ ન પહોંચે તે માટે ટ્રેકની બંને બાજુ બાઉન્ડરી વોલ અથવા ફેન્સિંગ કરવામાં આવશે. 
- સાથે જ સ્પીડ વધારતા પહેલા તમામ રેલવે ક્રોસિંગ બંધ કરાશે. જેમાં ઓવરબ્રિજ, અંડરબ્રિજ અને ક્રોસિંગની જગ્યાએ અંડરપાસ તૈયાર કરવાની કામગીરી કરાશે. 
- અમદાવાદ મુંબઈ રૂટ પર અમદાવાદથી વડોદરા વચ્ચે 50થી વધુ રેલવે-ક્રોસિંગ બંધ કરવાની સાથે મુંબઈ સુધીના રૂટ પર 100થી વધુ ક્રોસિંગ બંધ કરાશે.
- રૂટ પર આવતા વળાંક ઓછા કરવામાં આવશે.
- ટ્રેક સ્ટ્રક્ચરને વધુ મજબૂત કરવા ટ્રેકમાં લગાવેલાં સ્લીપર નીચે વધુ કોન્ક્રીટ નખાશે. 
- સિગ્નલ સિસ્ટમને અપગ્રેડ કરાશે. જેમાં ઓટોમેટિક સિગ્નલ સિસ્ટમ લગાવવામાં આવી રહી છે.


આ પણ વાંચો : CM રૂપાણીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવીને કહ્યું, કોરોનાની રસી ન આવે ત્યા સુધી ઢીલાશ ન રાખો