નવી દિલ્હીઃ 10 મહિનામાં ટ્રાઇડેન્ટ ટેકલેબ્સના શેરમાં 1900% થી વધુનો ઉછાળો આવ્યો છે. ટ્રાઈડેન્ટ ટેકલેબ્સનો આઈપીઓ ગયા વર્ષે ડિસેમ્બરમાં આવ્યો હતો. આઈપીઓમાં કંપનીના શેરનો ભાવ રૂ. 35 હતો. 1 નવેમ્બર, 2024ના રોજ કંપનીના શેર રૂ. 716.80 પર બંધ થયા હતા. કંપનીનું માર્કેટ કેપ રૂ. 1235 કરોડને પાર કરી ગયું છે. ટ્રાઇડેન્ટ ટેકલેબ્સના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 998 છે. તે જ સમયે, કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર 93.25 રૂપિયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોકાણકારોએ પહેલા જ દિવસે 194% નો ફાયદો થયો હતો
ટ્રાઇડેન્ટ ટેકલેબ્સનો IPO 21 ડિસેમ્બર 2023ના રોજ ખોલવામાં આવ્યો હતો અને તે 26 ડિસેમ્બર સુધી ખુલ્લો રહ્યો હતો. આઈપીઓમાં કંપનીના શેરનો ભાવ રૂ. 35 હતો. 29 ડિસેમ્બર 2023ના રોજ ટ્રાઇડેન્ટ ટેકલેબ્સના શેર રૂ. 98.15 પર લિસ્ટ થયા હતા. લિસ્ટિંગના દિવસે કંપનીનો શેર ઝડપથી વધીને રૂ. 103.05 થયો હતો. રૂ. 35ની ઇશ્યૂ કિંમતની સામે, ટ્રાઇડેન્ટ ટેકલેબ્સના શેર પહેલા જ દિવસે 194% ના નફા પર પહોંચ્યા હતા. કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 67.97 ટકા છે. તે જ સમયે, પબ્લિક શેરહોલ્ડિંગ 32.03 ટકા છે.


આ પણ વાંચોઃ 7 નવેમ્બરે ખુલશે 2200 કરોડ રૂપિયાનો IPO, દાવ લગાવતા પહેલા જાણી લો દરેક વિગત


763 ગણો સબ્સક્રાઇબ થયો હતો કંપનીનો  IPO
ટ્રાઇડેન્ટ ટેકલેબ્સનો આઈપીઓ ટોટલ 763.30 ગણો સબ્સક્રાઇબ થયો હતો. કંપનીના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટરનો કોટા 1059.43 ગણો સબ્સક્રાઇબ થયો હતો. તો નોન-ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (NII)કેટેગરીમાં 854.37 ગણું સબ્સક્રિપ્શન મળ્યું હતું. IPO ને ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) કેટેગરીમાં 117.91 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. ટ્રાઇડેન્ટ ટેકલેબની શરૂઆત વર્ષ 2000માં કરવામાં આવી હતી. ટ્રાઇડેન્ટ ટેકલેબ્સ એરોસ્પેસ, સંરક્ષણ, ઓટોમોટિવ, ટેલિકોમ્યુનિકેશન, સેમિકન્ડક્ટર અને પાવર ડિસ્ટ્રિબ્યુશન ઉદ્યોગોને ટેક્નોલોજી આધારિત સોલ્યુશન્સ પ્રદાન કરે છે. એન્જિનિયરિંગ સોલ્યુશન્સ અને પાવર સિસ્ટમ સોલ્યુશન્સ એ કંપનીના બે વર્ટિકલ્સ છે. રિટેલ રોકાણકારો ટ્રાઇડેન્ટ ટેકલેબ્સના IPOમાં માત્ર 1 લોટ માટે દાવ લગાવી શકે છે. IPOના એક લોટમાં 4000 શેર હતા. એટલે કે, છૂટક રોકાણકારોએ કંપનીના IPOમાં રૂ. 140000નું રોકાણ કરવું પડ્યું હતું.",