ભારતમાં 10 સપ્ટેમ્બરે લોન્ચ થશે વિશ્વની સૌથી શક્તિશાળી બાઇક, કિંમતમાં આવી જશે 4 Wagon-R કાર
ટ્રાયમ્ફની આ મોટરસાઇકલ Rocket 3 GTમા 2,458-cc નું ટ્રિપલ સિલિન્ડર એન્જીન આપવામાં આવશે.
નવી દિલ્હીઃ ટ્રાયમ્ફ મોટરસાઇકલ ભારતમાં પોતાની સૌથી મોંઘી બાઇક લોન્ચ કરવા માટે તૈયાર છે. આ બાઇકનું નામ Triumph rocket 3GT હશે. જેને કંપની 10 સપ્ટેમ્બરે ભારતમાં લોન્ચ કરશે. મહત્વનું છે કે કંપનીએ આ બાઇકની લોન્ચિંગને લઈને સોશિયલ મીડિયામાં હાલ એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેની લોન્ચિંગની તારીખનો ખુલાસો કરવામાં આવ્યો છે. આવો વિસ્તારથી નજર કરીએ આ બાઇકની મહત્વની જાણકારી પર.
ટ્રાયમ્ફની આ મોટરસાઇકલ Rocket 3 GTમા 2,458-cc નું ટ્રિપલ સિલિન્ડર એન્જીન આપવામાં આવશે. તેનો ઉપયોગ કંપની હાલનો મોડલોમાં કરી રહી છે. આ એન્જીન 167PSની પાવર અને 221Nmનો વધુ ટોર્ક પેદા કરવામાં સક્ષમ છે. આ સાથે બાઇક ન માત્ર ભારતની પરંતુ વિશ્વની સૌથી શક્તિશાળી બાઇકમાંથી એક હશે. અહીં ધ્યાન આપવાની વાત છે કે ટ્રાયમ્ફ બાઇકના શોખીનોને આકર્ષવા માટે કંપની પોતાના પોર્ટફોલિયોમાં રોકેટ 3 મોડલની જીટી વર્ઝનને જોડવા ઈચ્છે છે. જો ત્રણ સિલિન્ડર અને ટ્વિન એગ્ઝોસ્ટની સાથે ચોક્કસપણે સ્પોર્ટ્સ બાઇકમાં એક અનોખી ઓળખ બનાવશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર