મુંબઈ: ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) નું કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના ખાનગી ક્ષેત્ર પર ભાર મૂકવાથી દેશના આંતરપ્રિન્યોર્સ માટે વિભિન્ન ક્ષેત્રોમાં 'અવસરોની સુનામી'ની સ્થિતિ બનેલી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ એમ પણ કહ્યું કે ભારત એક આર્થિક, લોકતાંત્રિક,  કૂટનીતિક, રણનીતિક અને સાંસ્કૃતિક શક્તિ તરીકે આગળ વધી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

EY Entrepreneur એવોર્ડ કાર્યક્રમમાં અંબાણીએ કહ્યું કે 'હું જ્યારે આજે અને કાલના ભારતને જોઉ છું તો મને આંતરપ્રિન્યોર્સ માટે તકો મુદ્દે સુનામી જોવા મળે છે. મારા આ ભરોસાના બે કારણ છે. પહેલું કારણ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતના ભવિષ્યના વિકાસમાં ખાનગી ક્ષેત્રની મોટી ભૂમિકાની વકાલત કરે છે. બીજું કારણ, ટેક્નોલોજીની ઉપલબ્ધતા છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ 1.3 અબજ ભારતીયોની આકાંક્ષાઓ પૂરી કરવા માટે થઈ શકે છે.'


ટોપ 3માં સામેલ થવાની ક્ષમતા
ગત મહિને પ્રધાનમંત્રી (PM Modi) એ દેશના વિકાસમાં ખાનગી ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકાની વકાલત કરી હતી. તેમણે કહ્યું કે ખાનગી ક્ષેત્રને ગમે તેમ બોલવાની સંસ્કૃતિ સ્વીકાર્ય નથી. અંબાણી (Mukesh Ambani) એ કહ્યું કે 'આપણી પાસે આવનારા દાયકામાં દુનિયાની ત્રણ મોટી અર્થવ્યવસ્થામાં સામેલ થવાની ક્ષમતા છે. સ્વચ્છ ઉર્જા, શિક્ષણ, સ્વાસ્થ્ય, જીવ વિજ્ઞાન અને જૈવ ટેક્નોલોજી જેવા નવા ક્ષેત્રો તથા કૃષિ ઉદ્યોગ અને સેવા જેવા ક્ષેત્રોમાં ફેરફારને લઈને ખુબ તકો છે.'


તેમણે કહ્યું કે ભારતીય આંતરપ્રિન્યોર્સ હવે Competitive cost પર બજારની જરૂરિયાતો મુજબ વૈશ્વિક સ્તરની ગુણવત્તા ઉપલબ્ધ કરાવવામાં સક્ષમ છે. તે ભારતીય આંતરપ્રિન્યોર્સ માટે સમગ્ર વૈશ્વિક બજાર ખોલે છે. નવા વ્યવસાયને શરૂ કરવાના ઊંબરે ઊભેલા યુવા આંતરપ્રિન્યોર્સને સંદેશ આપતા અંબાણીએ કહ્યું કે તેમણે નિષ્ફળતાઓથી ગભરાવવું જોઈએ નહીં અને સ્પષ્ટ કર્યું કે ઝટકાઓ બાદ જ સફળતા મળે છે. તેમણે કહ્યું કે 'તમે મારી પેઢીની સરખામણીએ ભારત માટે વધુ સફળતાની કહાનીઓ લખશો.'


(અહેવાલ-ભાષા)


Ethanol અંગે સરકારની મોટી જાહેરાત: કેટલું સસ્તું હશે સ્ટાન્ડર્ડ ફ્યૂઅલ? જાણો થશે કેટલો ફાયદો


Petrol જો GST માં આવી જશે તો ભાવમાં થશે કેટલો ફેરફાર? જાણો નવો નિયમ લાગૂ થાય તો કેટલું સસ્તું થશે પેટ્રોલ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube