Petrol જો GST માં આવી જશે તો ભાવમાં થશે કેટલો ફેરફાર? જાણો નવો નિયમ લાગૂ થાય તો કેટલું સસ્તું થશે પેટ્રોલ

કેટલું સસ્તું થશે પેટ્રોલ... નાણા મંત્રીના સંકેતને આવી રીતે સમજોઃ જો પેટ્રોલની કિંમત પર સૌથી મોટો સ્લેબ એટલે 28 ટકાવાળો સ્લેબ પણ લગાવવામાં આવે તો પણ પેટ્રોલની કિંમત અત્યારની કિંમત કરતાં ઘણી ઓછી થઈ જશે.

Petrol જો GST માં આવી જશે તો ભાવમાં થશે કેટલો ફેરફાર? જાણો નવો નિયમ લાગૂ થાય તો કેટલું સસ્તું થશે પેટ્રોલ

નવી દિલ્લી: પેટ્રોલ-ડીઝલ પર બહુ ટૂંક સમયમાં સારા સમાચાર મળી શકે તેમ છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તે GST કાઉન્સિલની આગામી બેઠકમાં પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા વાતચીત કરવા માટે તૈયાર છે. જો આવું થશે તો આખા દેશને મોંઘવારીમાંથી મોટી રાહત મળી શકે તેમ છે. કેમ કે આ સમયે દેશના અનેક શહેરોમાં પેટ્રોલની કિંમત 90 રૂપિયાને પાર પહોંચી ગઈ છે.

લોકોની શું છે માગણી:
દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોના કારણે છેલ્લા કેટલાંક સમયથી લોકો માગણી કરી રહ્યા છે કે ઝડપથી ટેક્સ ઓછો કરવામાં આવે. જેનાથી પેટ્રોલની કિંમતો પર નિયંત્રણ મૂકી શકાય. બીજી બાજુ અનેક લોકો માગણી કરી રહ્યા છે કે પેટ્રોલની કિંમતો જીએસટીની અંદર લાવવામાં આવે. જીએસટીની અંદર આવવાથી પેટ્રોલ-ડીઝલની કિંમતો લગભગ અડધી થઈ જશે. ત્યારે જીએસટીના અંડરમાં આવવાથી આખરે કેવી રીતે પેટ્રોલ અને ડીઝલની કિંમત ઓછી જશે. અને તે કેટલી ઓછી થશે.

GSTનો મેક્સિમમ સ્લેબ 28 ટકા:
તેલ કંપનીઓ દરરોજ પેટ્રોલ ડીઝલની કિંમતો નક્કી કરે છે. હાલ અલગ-અલગ પ્રતારના ટેક્સ ઓઈલ પર લાગી રહ્યા છે. પરંતુ GSTની અંડર આવવાથી પેટ્રોલ પર માત્ર GST જ લાગશે. હાલ GST સ્લેબ 28 ટકા છે. એટલે GSTમાં પેટ્રોલની એન્ટ્રી થયા પછી સૌથી વધારે 28 ટકા સુધી ટેક્સ લાગી શકે છે.

હાલ કયા-કયા ટેક્સ લગાવવામાં આવે છે:
પેટ્રોલની બેઝ પ્રાઈઝમાં અનેક પ્રકારના ટેક્સ અને ડ્યૂટી વગેરે જોડવામાં આવે છે. જે પ્રમાણે પેટ્રોલના ભાવ ઘણા વધી જાય છે. પેટ્રોલમાં બેસ પ્રાઈઝ પર એક ટેક્સ લગાવવામાં આવે છે. તે સિવાય અલગથી ડ્યૂટી લેવામાં આવે છે. એટલે કોઈ સામાનને બોર્ડર પાર કરાવતાં લાગનારો ટેક્સ. તેની સાથે તેમાં સેસ પણ લગાવવામાં આવે છે. જે દેશમાં કેટલાંક વિશેષ કાર્યો માટે હોય છે. અને કહેવામાં આવે છે કે આ પૈસાને સ્પેશિયલ ડેવલપમેન્ટ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તે સિવાય પેટ્રોલ પંપ અને ડીલર વગેરેનું કમિશન જોડવામાં આવે છે. જેના કારણે પેટ્રોલની કિંમતમાં ધરખમ વધારો થઈ જાય છે. સાથે જ તેમાં લોકલ બોડી ટેક્સ, એન્ટ્રી ટેક્સ, SSC વગેરે પણ લાગે છે. જેનાથી પેટ્રોલ મોંઘું બને છે.

અત્યારે કેટલો લાગે છે ટેક્સ:
જો દિલ્લીના ઉદાહરણથી સમજીએ તો.
બેસ પ્રાઈઝ - 33.26 રૂપિયા
ફ્રેટ ચાર્જ - 0.28 રૂપિયા
એક્સાઈઝ ડ્યૂટી અને વેટ - 33.54 રૂપિયા
ડીલરનું કમિશન - 3.69 રૂપિયા
વેટ - 21.04 રૂપિયા
પેટ્રોલની કિંમત - 91.17 રૂપિયા

GST પછી પેટ્રોલ કેટલું સસ્તું થઈ જશે:
જો GSTની વાત કરીએ તો તેમાં અનેક સ્લેબ છે. જેના આધારે ટેક્સ વસૂલવામાં આવે છે. જો પેટ્રોલની કિંમત પર સૌથી મોટો સ્લેબ એટલે 28 ટકા લાગુ કરવામાં આવે તો પેટ્રોલની કિંમત ઘણી ઓછી થઈ જશે. એવામાં તમારે પેટ્રોલની કિંમત ઘણી ઓછી ચૂકવવી પડશે. ઉદાહરણથી સમજીએ તો હાલ ડીલર બેસ પ્રાઈઝ પેટ્રોલ 33.54 રૂપિયા છે. જેના પર મહત્તમ સ્લેબની સાથે 28 ટેક્સ વસૂલવામાં આવે તો 9.39 રૂપિયા ટેક્સ થાય છે. જ્યારે ડીલરનું કમિશન 3 રૂપિયા જોડી દઈએ તો એવામાં પેટ્રોલ તમને માત્ર 45.93 રૂપિયામાં પડશે. હાલના હિસાબથી પેટ્રોલની કિંમત 45 રૂપિયાથી વધારે છે. સાથે જ તેમાં સેસ જોડી દઈએ તો પેટ્રોલની કિંમત ઘણી ઓછી થઈ જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news