આ આયુર્વેદિક વસ્તુની ખેતી કરી બની શકો છો લખપતિ, 15,000 ના રોકાણથી 3 મહિનામાં મળશે 4 લાખથી વધુનો નફો
Tulsi Farming: જો તમે ખેતીના જાણકાર છો અને તમે ઓછા ખર્ચે વધુ નફો કમાવા માંગો છો તો આજે તમને એક જોરદાર બિઝનેસ આઈડિયા જણાવીએ. આજે તમને એક એવી વસ્તુની ખેતી વિશે જણાવીએ જે તમને 3 જ મહિનામાં લખપતિ બનાવી શકે છે. સૌથી મહત્વની વાત છે કે આ ખેતીમાં તમારે ખર્ચ 15,000 જેટલો જ થશે અને નફો લાખોમાં થશે. ઓછા ખર્ચે વધુ નફો કરાવતી વસ્તુ છે તુલસી. તુલસીની ખેતી કરી તમે લખપતિ બની શકો છો.

આ પણ વાંચો:
Pension અને Salary માં થયો વધારો, 31 જુલાઇએ મળશે વધુ પૈસા, સરકારે કરી જાહેરાત
IT Sector તૂટતાં ધડામ દઇને પછડાયું શેર બજાર, રોકાણકારો થયું 1.9 કરોડનું નુકસાન
ખરીદી લો! સોનાના ભાવમાં વળી પાછો મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
આધ્યાત્મિક અને આયુર્વેદિક દ્રષ્ટિએ તુલસી ખૂબ જ મહત્વ ધરાવતો છોડ છે. આ છોડની ખેતી કરીને તમે ઓછા સમયમાં મોટી કમાણી કરી શકો છો. વર્તમાન સમયમાં આયુર્વેદિક અને નેચરલ દવાઓ તરફ લોકોનું આકર્ષણ વધી રહ્યું છે. આ જ કારણ છે કે તુલસીની માંગ પણ વધી રહી છે. તુલસીનો ઉપયોગ અનેક પ્રકારની દવાઓ બનાવવામાં થાય છે. વર્તમાન સમયમાં તુલસીની ખેતી વધી રહી છે અને લોકો તેનાથી નફો પણ કમાઈ રહ્યા છે. તુલસી ઔષધીય છોડ છે જેના કારણે તેની ખેતીનો બિઝનેસ ફાયદાકારક સાબિત થાય છે.
તુલસીની ખેતી જુલાઈ મહિનામાં સારી થાય છે. તેના છોડને આ સમય દરમિયાન વાવવામાં આવે તો પાક સારો થાય છે. તુલસીની ખેતી કરવા માટે તમારી પાસે મોટું ખેતર હોય તે જરૂરી નથી. ખેડૂતોનું કહેવું છે કે અડધા વીઘાની જમીનમાં પણ તુલસીની ખેતીની શરૂઆત કરવામાં આવે તો સારો એવો નફો કમાઈ શકાય છે.
આ પણ વાંચો:
મોદી સરકારે આપી મોટી રાહત, આ લોકોને નહીં ભરવો પડે કોઈ ટેક્સ, મળશે ટેક્સમાંથી મુક્તિ
Indian Railway: રેલવેના AC કોચમાંથી આ શહેરના લોકો સૌથી વધુ કરે છે ચાદર, તકીયાની ચોરી
તુલસી બરાબર ઉગી જાય પછી ત્રણ મહિનાની અંદર જ તુલસીના પાકનું વેચાણ 3 લાખ રૂપિયા સુધીમાં થાય છે. તુલસીનું વેચાણ તમે મંડીમાં પણ કરી શકો છો અને આયુર્વેદિક દવાઓ બનાવતી કંપની જેમ કે ડાબર, વૈધનાથ, પતંજલિ તુલસી ખેડૂતો પાસેથી ખરીદે છે. તમે દવા બનાવતી કંપની કે એજન્સીને પણ તુલસી વેંચી શકો છો. એટલે કે તુલસીના વેચાણ માટે ખેડૂતોએ પરેશાન થવું પડતું નથી. દેશના ઘણા ખેડૂતો આ કારણથી તુલસીની ખેતી તરફ આગળ વધી રહ્યા છે.