IPO in August: ટીવીએસ મોબિલિટી ગ્રુપની કંપની ટીવીએસ સપ્લાય ચેન સોલ્યૂશન્સનો ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO)10 ઓગસ્ટે ખુલશે. આઈપીઓ ઈન્વેસ્ટરો માટે 14 ઓગસ્ટ સુધી ઓપન રહેશે. એન્કર ઈન્વેસ્ટરો માટે ઈશ્યૂ 9 ઓગસ્ટે ઓપન થશે. આ આઈપીઓ દ્વારા 600 કરોડ રૂપિયાના નવા શેર જારી કરવામાં આવી રહ્યાં છે અને વર્તમાન શેરધારકના 1.42 કરોડ ઈક્વિટી શેર ઓફર ફોર સેલ હેઠળ સામેલ છે. ઓફર ફોર સેલ હેઠળ શેર ઓફર કરનારાઓમાં ઓમેગા TC હોલ્ડિંગ્સ Pte Ltd, Tata Capital Financial Services Ltd, TVS Motor Company Ltd અને Kotak Special Situations Fundનો સમાવેશ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂ. 525 કરોડના તાજા ઇશ્યુની આવકનો ઉપયોગ કંપની અને તેની પેટાકંપની TVS LI UK અને TVS SCS સિંગાપોરના દેવાની ચુકવણી માટે કરવામાં આવશે. બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેવાશે. તમને જણાવી દઈએ કે આજે એક કંપનીનો IPO ખુલ્યો છે. IPO કોન્કોર્ડ બાયોટેકનો છે, જે અમદાવાદ સ્થિત બાયોટેક્નોલોજી ફર્મ રેર એન્ટરપ્રાઇઝ દ્વારા સમર્થિત છે, જે ભારતના વોરેન બફેટ તરીકે જાણીતા સ્વર્ગસ્થ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની કંપની છે. કંપનીએ IPO દ્વારા માર્કેટમાંથી 1550 કરોડ એકત્ર કરવાની જાહેરાત કરી છે. કંપનીએ IPOની પ્રાઇસ બેન્ડ 705-741 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવાની જાહેરાત કરી છે. આ IPO 4 થી 8 ઓગસ્ટ સુધી રોકાણકારો માટે ખુલ્લો રહેશે. કોનકોર્ડ બાયોટેક આઈપીઓની લોટ સાઈઝ 20 ઈક્વિટી શેર્સ હશે.


આ પણ વાંચોઃ થતાં-થતાં રહી ગયા મારા લગ્ન..... રતન ટાટાએ સંભળાવી પોતાની અધૂરી પ્રેમ કહાની


રાકેશ ઝુનઝુનવાલાની કંપનીમાં ભાગીદારી
રાકેશ ઝુનઝુનવાલાના પત્ની રેખા ઝુનઝુનવાલા દ્વારા સમર્થિત કોનકોર્ડ બાયોટેક IPOમાં હેલિક્સ ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ Pte Ltd દ્વારા 20.93 મિલિયન શેરના વેચાણ માટેની ચોખ્ખી ઓફરનો સમાવેશ થાય છે. ઇશ્યૂ ઓફરની કિંમત રૂ. 1,550 કરોડ છે જે કંપનીનું મૂલ્ય રૂ. 7,752 કરોડ છે. કંપની હેલિક્સ ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ Pte Ltd ની 20% માલિકીની છે, જેને Quadria Capital Fund LP દ્વારા સમર્થિત છે. રાકેશ ઝુનઝુનવાલાએ તેમની કંપની RARE એન્ટરપ્રાઇઝ (RARE ટ્રસ્ટ દ્વારા) દ્વારા કંપનીના 24.09% શેર ખરીદ્યા હતા જે હવે રેખા ઝુનઝુનવાલાના નામે છે. 2004માં રેખા અને રાકેશ ઝુનઝુનવાલાએ કોનકોર્ડ બાયોટેકમાં રોકાણ કર્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube