વોશિંગટનઃ Elon Musk on Fed Reserves Hike: દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ ટેસ્લા (Tesla) અને ટ્વિટર (Twitter CEO) ના માલિક એલન મસ્કે ફેડ રિઝર્વ સામે પોતાની નારાજગી જાહેર કરી છે. આગામી સપ્તાહે અમેરિકાનું કેન્દ્રીય ફેડરલ રિઝર્વ (Federal Reserve) વ્યાજદરમાં વધારો કરી શકે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં વધતી મોંઘવારી કાબુમાં લેવા માટે ફેડ રિઝર્વ આગામી સપ્તાહે વ્યાજદરમાં વધારાની જાહેરાત કરી શકે છે. હવે આ મામલામાં એલન મસ્કે પોતાની પ્રતિક્રિયા આપી છે. મસ્કે કહ્યું કે જો આગામી સપ્તાહે ફેડ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે છે તો તેવામાં આવનારા દિવસોમાં અમેરિકામાં મંદી અનેક ગણી વધી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્વિટરના માલિક એલન મસ્કને એક ટ્વિટર યૂઝરે પૂછ્યુ હતું કે શું તેને લાગે છે કે મંદી ક્યાં સુધી આવશે. આ સવાલનો જવાબ આપતા મસ્કે કહ્યુ કે, જો ફેડ હવે ફરી વ્યાજદરમાં વધારો કરશે તો મંદીની આશંકા ખુબ વધી જશે. નિષ્ણાંતો પ્રમાણે ફેડરલ રિઝર્વ આગામી સપ્તાહે વ્યાજદરમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે.


આ સપ્તાહે 3 કંપનીઓના IPOમાં રોકાણ કરવાની તક, જાણો પ્રાઇઝ બેન્ડ સહિત દરેક વિગત


ફેડે આ પહેલાં કર્યો હતો વધારો
ધ્યાન આપવા જેવી વાત છે કે આગામી સપ્તાહમાં Fed Chair Jerome Powell એ તે સંકેત આપ્યો છે કે ફેડ રિઝર્વ જલદી પોતાના વ્યાજદરોમાં નાનો વધારો કરી શકે છે. આ વધારો 0.5 ટકાથી લઈને 0.75 ટકા સુધી હોઈ શકે છે. આ જાહેરાત 0..75 ટકા સુધી થઈ શકે છે. આ પહેલા ફેડ રિઝર્વે આ વર્ષે પોતાના વ્યાજ દરોમાં ઘણીવાર વધારો કર્યો હતો. આ પહેલા નવેમ્બરના મહિનામાં ફેડે 0.75 ટકાનો વધારો વ્યાજદરમાં કર્યો હતો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube